CRPF Advisory Says Strict Action Will Taken If Anyone Viral fake Photos of CRPF Jawans
  • Home
  • Featured
  • શહીદ જવાનોની ખોટી તસવીર શેર કરી તો ગયા કામથીઃ CRPF

શહીદ જવાનોની ખોટી તસવીર શેર કરી તો ગયા કામથીઃ CRPF

 | 7:15 pm IST

કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જ્યારે દેશ એકજૂઠ બન્યો છે તો બીજી તરફ કેટલાક એવા તત્વો પણ છે જે સોશિયલ મીડિયા પર શહીદ સીઆરપીએફ જવાનોની ખોટી તસવીરો વાયરલ કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર સીઆરપીએફ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જેમાં સીઆરપીએફ દ્વારા આ પ્રકારની ખોટી પોસ્ટ કરનારાઓને રિપોર્ટ કરવાનું જણાવવામાં આવ્યું છે.

આ વિશે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર સીઆરપીએફ દ્વારા લખવામાં આવ્યું હતું કે એવું જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક તોફાની તત્વો દ્વારા લોકોમાં નફરતની ભાવના ફેલાવવા માટે શહીદ જવાનોના મૃતદેહની ખોટી તસવીરો વાયરલ કરવામાં આવી રહી છે. મહેરબાની કરીને આવી તસરવીરને શેર, ડાઉનલોડ કે લાઇન ન કરે અને આવા તત્વોને રિપોર્ટ કરે.

આ સીવાય સીઆરપીએફ દ્વારા આ રીતે સોશિયલ મીડિયા પર જો કોઇ વ્યક્તિ જવાનોની ખોટી તસવીર શેર કરીને લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યો હોય તેવું જણાય તો તેને [email protected] તાત્કાલિક રિપોર્ટ કરો, તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ સીઆરપીએફ દ્વારા અન્ય એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશ અને દુનિયાના અલગ-અલગ ભાગોમાં વસતા અને પોતાનો અભ્યાસ કરી રહેલા કેટલાક નિર્દોશ કાશ્મીરી વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે એકદમ ખોટું છે. આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેમના પર લગાવવામાં આવી રહેલા આરોપ ખોટા છે. એક ટ્વીટમાં સીઆરપીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, મહેરબાની કરીને વાયરલ ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન