CRPF Constables Who Saved Life Of A 14 Year Old Girl Drowning In River
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : CRPFના બે જવાનો ધસમસતા પાણીના પ્રવાહમાં કુદ્યા ને કર્યું પરાક્રમ

Video : CRPFના બે જવાનો ધસમસતા પાણીના પ્રવાહમાં કુદ્યા ને કર્યું પરાક્રમ

 | 6:30 pm IST

જમ્મૂ-કાશ્મીરના બારામુલામાં નદીમાં ડૂબી રહીલી એક 14 વર્ષની બાળકીને બચાવવા માટે સીઆરપીએફના બે જવાનોએ પોતાના જીવની બાજી લગાવી દીધી હતી. નદીના પ્રવાહમાં બાળકીને તણાતી જોતા જ કંઈ પણ વિચાર્યા વગર સીઆરપીએફના કોન્સ્ટેબલ એમજી નાયડૂ અને કોન્સ્ટેબલ એન ઉપેન્દ્ર નદીમાં કુદી પડ્યા હતાં.

સાથી જવાનો પણ તેમની મદદે દોડી આવ્યા હતાં અને બધાએ મળીને બાળકીની જીંદગી બચાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ વીર જવાનોની હિંમતના ભારોભાર વખાણ કરી રહ્યાં છે. સીઆરપીએફએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે. 23 સેકંડના આ વીડિયોને શેર કરતા સીઆરપીએફએ લખ્યું છે કે, 176 બટાલિયનના કોન્સ્ટેબલ એમ જી નાયડૂ અને કોન્સ્ટેબલ એન ઉપેન્દ્ર નદીમાં ડૂબી રહેલી 14 વર્ષની બાળકીને બચાવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન