CRPF jawan feeds distressed boy in Jammu and Kashmir
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : જ્યારે CRPF જવાને કાશ્મીરી દિવ્યાંગ બાળકને પોતાના હાથે જમાડ્યો અને…

Video : જ્યારે CRPF જવાને કાશ્મીરી દિવ્યાંગ બાળકને પોતાના હાથે જમાડ્યો અને…

 | 5:29 pm IST

જમ્મૂ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષાબળો અને સ્થાનિક પથ્થરબાજો વચ્ચે ટકરાવની સ્થિતિ આમ તો સામાન્ય બની ગઈ છે. કાશ્મીરીઓ સુરક્ષાદળો પર આરોપ લગાવે છે કે તેઓ તેમના પર અત્યાચાર ગુજારે છે. પણ તાજેતરમાં સામે આવેલો એક વીડિયો પથ્થરબાજોની પોલ ખોલી નાખે છે. વીડિયોમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો જવાન એક બાળકને પોતાના હાથે ભોજન ખવડાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. આ બાળક માનસિક રીતે નબળું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ જવાનનું નામ છે કોન્સ્ટેબલ ઈકબાલ સિંહ. તેમને બાળકને પોતાના હાથ જમાડ્યું હતું. CRPFના આ જવાને પોતાના ટિફિનમાંથી બાળકને જમાડ્યો હતો. બાળક પણ એકદમ આરામથી જમે છે. ત્યાર બાદ ઈકબાલ સિંહે બાળકને પાણી માટે પુછે છે કે, પાણી પીશ. તો બાળક પણ માથુ હલાવીને હકારમાં જવાબ આપે છે. પવિત્ર રમઝાન દરમિયાન ઘટેલી આ ઘટનાએ લોકોના દિલ જીતી લીધા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યો છે જેના કેપ્શનમાં લખ્યું છે વી કેર, એટલે કે અમે ધ્યાન રાખીએ છીએ. આ વીડિયોને અત્યાર સુધી 5 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે માણસાઈનો કોઈ ધર્મ નથી હોતો. લોકો પોલીસવાળાના આ પગલા માટે તેમને સલામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન