CRPF man in Mukesh Ambani's security shoots Self
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીના ઘરે તૈનાત ગુજરાતના જવાને ભૂલથી ટ્રિગર દબાઈ ગયુ અને…

મુકેશ અંબાણીના ઘરે તૈનાત ગુજરાતના જવાને ભૂલથી ટ્રિગર દબાઈ ગયુ અને…

 | 8:49 pm IST

રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના ઘર એંન્ટિલિયામાં તૈયાત સીઆરપીએફના જવાનનું ઓટોમેટિક રાઈફલમાંથી અચાનક ગોળી છુટી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ જવાન ગુજરાતનો જ રહેવાસી હતો.

જવાનની ઓળખ રામભાઈ બકોત્રા તરીકે થઈ છે. 30 વર્ષના સીઆરપીએફ જવાન રામભાઈ કબોત્રાના હાથે ભૂલથી પોતાની જ રાઈફલનું ટ્રીગર દબાઈ ગયુ હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબાર થઈ ગયો હતો. આ ઘટના બુધવારે સાંજે બની હતી. રામભાઈ બકોત્રા મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.

મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં એક આકસ્મિક મોત થવાનો કેસ નોંધાયો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને લાગતુ હતું કે, જવાને આત્મહત્યા કરી છે. પરંતુ તપાસમાં માલૂમ પડ્યું કે, જ્યારે રામભાઈ પોતાની રાઈફલ કાઢી રહ્યા હતા, ત્યારે અજાણતા ઢાળ હોવાથી તેઓ ફસડી પડ્યા હતા અને ભૂલથી ટ્રિગર દબાઈ ગયુ હતું. ઓટોમેટિક રાઈફલથી બે વાર ફાયરિંગ થયું હતું અને ગોળી રામભાઈના પેટમાં વાગી ગઈ હતી. 

મુંબઈના ઝોન-2ના ડીસીપી રાજીવ જૈને કહ્યું હતું કે, અમે એન્ટીલિયાના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, રાઈફલનો બેલ્ટ કાઢતા સમયે જવાન પડી ગયા હતા અને ટ્રિગર દબાયું હતું. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.

એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ અને અન્ય અધિકારીઓએ ઘાયલ બકોત્રાને હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગુરુવારે બપોરે તેઓએ દમ તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન