ક્રૂડ તેલમાં તેજીનો માહોલ, રૂમાં વોલ્યુમ સાથે નરમાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ક્રૂડ તેલમાં તેજીનો માહોલ, રૂમાં વોલ્યુમ સાથે નરમાઇ

ક્રૂડ તેલમાં તેજીનો માહોલ, રૂમાં વોલ્યુમ સાથે નરમાઇ

 | 1:23 am IST
  • Share

મુંબઇ, તા.૧

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના સપ્તાહ (૨૪થી ૩૦ માર્ચ) દરમિયાન ૧૯,૭૪,૭૩૮ સોદામાં રૂ.૮૮,૫૮૨.૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ રહૃાા હતા. સોનામાં નરમાઈ સામે ચાંદીમાં ઉછાળો ભાવમાં રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જીમાં ક્રૂડ તેલના વાયદામાં તેજીનો માહોલ હતો. નેચરલ ગેસ પણ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૬,૫૭,૦૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટયા હતા. મેન્થા તેલમાં સુધારાનો સંચાર સામે સીપીઓમાં એકંદરે ઢીલાશ ભાવમાં રહી હતી. એલચીમાં બેતરફ્ી વધઘટ હતી. કોમડેક્સ સપ્તાહ દરમિયાન ૩૦.૯૨ પોઈન્ટ વધ્યો હતો.

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮,૭૬૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૫૮ ઘટી રૂ.૨૮,૫૪૨ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૮,૯૩૮ અને નીચામાં રૂ.૨૮,૫૦૧ના મથાળે અથડાયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદીનો મે વાયદો કિલોદીઠ રૂ.૪૧,૩૦૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૨,૪૪૦ અને નીચામાં રૂ.૪૧,૨૧૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૮૪૭ના ઉછાળા સાથે રૂ.૪૨,૧૪૭ બંધ રહ્યો હતો.

એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.૩,૧૪૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ.૩,૨૭૫ અને નીચામાં રૂ.૩,૦૭૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧૨૬ વધી રૂ.૩,૨૬૯ બંધ રહ્યો હતો. નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૪.૨૦ વધી બંધમાં રૂ.૨૦૭.૨૦ના ભાવ રહૃાા હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૪૦૦થી રૂ.૫૩૦ની રેન્જમાં ઘટયા હતા. કોટનનો એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧,૫૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૧,૬૧૦ અને નીચામાં રૂ.૨૦,૮૭૦ રહી સપ્તાહના અંતે રૂ.૪૫૦ ઘટી રૂ.૨૧,૦૯૦ બંધ રહ્યો હતો. કોટનનો દૂર ડિલિવરી જૂન વાયદો સૌથી ઓછો રૂ.૪૦૦ ઘટી બંધમાં રૂ.૨૧,૩૫૦ના ભાવ રહૃાા હતા. સીપીઓમાં એપ્રિલ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૫૧૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૯૦ ઘટી રૂ.૫૧૨.૪૦ બંધ રહ્યો હતો. એલચીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧,૩૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૬.૪૦ વધી રૂ.૧,૪૧૬ થયો હતો, જ્યારે એલચીનો મે વાયદો રૂ.૫૨.૬૦ ઘટી બંધમાં રૂ.૧,૩૧૨.૭૦ના ભાવ રહૃાા હતા. મેન્થા તેલના વાયદા રૂ.૧૩થી રૂ.૧૯.૪૦ જેટલા સુધર્યા હતા. મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૮૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ વધી રૂ.૯૯૫.૨૦ બંધ રહ્યો હતો. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ સપ્તાહના અંતે ૩૦.૯૨ પોઈન્ટ વધી ૩,૨૪૫.૦૩ બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન