NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ક્રૂડ ઓઇલનો ભાવ વધતા FPIsની લેવાલી પર બ્રેક

ક્રૂડ ઓઇલનો ભાવ વધતા FPIsની લેવાલી પર બ્રેક

 | 5:01 am IST

મુંબઇ, તા.૧૪

બે મહિનાથી ભારતીય બજારમાં વેચવાલ રહ્યા પછી વિદેશી રોકાણકારોએ શેરોમાં લેવાલી શરૂ કરી હોવાનાં સંકેત હતા ત્યારેજ ક્રૂડ ઓઇલનાં ઉછાળાથી FPIsનું સેન્ટિમેન્ટ સાવધ બન્યું છે.સરકાર દ્વારા ૨૪ ઓક્ટોબરે મૂડીરોકાણની જાહેરાત પછી લેવાલી શરૂ કરનારા FPIsએ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછી ફરી સ્થાનિક બજારમાં વેચવાલી શરૂ કરી છે. વિદેશી રોકાણકારોએ શુક્રવારનાં કામચલાઉ આંકડા પ્રમાણે છેલ્લા બે સત્રમાં ૧,૨૦૦ કરોડનાં શેર વેચ્યા છે. ઓગસ્ટથી ઓકટોબરનાં ગાળામાં FPIsએ લગભગ ૨૯,૮૦૦ કરોડનાં શેરનું વેચાણ કર્યું હતું ,જોકે PSU બેન્કોમાં મૂડી ઠાલવવાની સરકારની જાહેરાત પછી FPIsએ ૧૮,૮૦૦ કરોડની ખરીદી કરી છે.

ઉલ્લેખનીય છે કે,૨૦૧૭માં FPIsએ ભારતીય બજારમાં ૪૬,૦૦૦ કરોડની ચોખ્ખી લેવાલી કરી છે. ભારત ક્રૂડની નોંધપાત્ર આયાત કરે છે. વિશ્વનાં સૌથી મોટા ઓઇલ નિકાસકાર સાઉદી અરેબિયામાં રાજકીય અનિશ્ચિતતાને પગલે ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઉછાળો નોંઘાયો છે.અન્ય નિકાસકાર વેનેઝુએલાની નાણાકીય અસ્થિરતા પણ ચિંતાનો વિષય છે. ક્રૂડ ઓઇલ અને કોમોડિટીના ભાવ ઊંચા રહેશે તો વિદેશી રોકાણકારો ભારતના ભોગે રશિયા અને બ્રાઝિલ જેવા કોમોડિટી નિકાસકાર દેશોમાં રોકાણ વધે તેવી શક્યાતા છે.

કોટક ઇન્ટિટયૂશનલ ઇક્વિટીનાં કો-હેડ સંજીવ પ્રસાદે જણાવ્યુ હતું કે,ક્રૂડ ઓઇલના વઘતા ભાવ અન્ય ઊભરાતાં દેશોની તુલનામાં ભારતના અર્થતંત્ર માટે મોટું પ્રતિકૂળ પરિબળ છે.છેલ્લા કેટલાય સમયથી દેશના મેક્રોઇકોનોમિક માપદંડમાં ખરાબી નોંધાઇ છે. ક્રૂડ ઓઇલની ચિંતાને કારણે સેન્સેક્સ શુક્રવારે ૩૩,૩૧૪.૫૬ની સપાટીએ બંધ રહ્યો હતો.જે નવેમ્બરની ૩૩,૮૬૫.૯૫ના સવોચ્ચ સ્તરથી ૧.૬ટકા નીચે છે.નિફટી પણ ૧૦,૪૯૦.૪૫ના ઓલ ટાઇમ હાઇથી ૧.૬ ટકા ઘટયો છે.ક્રૂડના ભાવમાં વૃદ્ધિથી વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્જ સેગ્મેન્ટમાં તેજીની પોઝિશન ઘટાડી છે.

;