બાળક અને માતા-પિતાની આવક વચ્ચે છે જોરદાર કનેક્શન, જાણીને થશે આશ્ચર્ય - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • બાળક અને માતા-પિતાની આવક વચ્ચે છે જોરદાર કનેક્શન, જાણીને થશે આશ્ચર્ય

બાળક અને માતા-પિતાની આવક વચ્ચે છે જોરદાર કનેક્શન, જાણીને થશે આશ્ચર્ય

 | 3:31 pm IST

નવા સવાં માતા-પિતા બનેલાં દંપતીનો મોટાભાગનો સમય દિવસરાત તેમનાં રોતલ બાળકોને છાનાં રાખીને સુવાડવામાં જ વીતી જતો હોય છે તે એક કડવી વાસ્તવિકતા છે. તાજેતરમાં હાથ ધરાયેલો અભ્યાસ આ કડવા સત્યનું બીજું નકારાત્મક પાસું રજૂ કરે છે. રોતલ બાળકોને દિવસરાત છાનાં રાખીને તેમનો ઉછેર કરવામાં ધ્યાન કેન્દ્રિત થવાને કારણે નવાસવાં માતા-પિતા દિવસે કે રાત્રે સરખી ઊંઘ લઈ શકતાં નથી અને તેની સીધી અસર તેમની ઘરની આવક પર પડે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સંશોધકોના જણાવ્યા મુજબ રોતલ બાળકોને છાનાં રાખવા માટે માતા-પિતાનો મોટભાગનો સમય વેડફાતો હોવાથી તેમની આવકમાં ઘટાડો થાય છે અને દર કલાકે બેન્કબેલેન્સમાં ૧૧ ટકાનો ઘટાડો થાય છે.

માતા-પિતાની ઊંઘ પૂરી ન થવાથી કાર્યક્ષમતા પર માઠી અસર પડે છે
બાળક રોતલ હોવાથી માતા-પિતાની કામગીરી અને કાર્યક્ષમતા પર તેની માઠી અસર પડે છે. તેઓ પોતાની નોકરી ગુમાવે છે અથવા તો ઓછા પગારવાળી નોકરી મેળવવા ફરજ પડે છે. ડો. જોઆન કોસ્ટા ફોન્ટ કહે છે કે તમામ માતા-પિતાએ અનુભવ્યું છે કે રોતલ બાળકોને કારણે તેમની આવકમાં ઘટાડો થયો છે. તેમનાં બેન્કબેલેન્સમાં ઘટાડો થયો છે. આમ આ અભ્યાસમાં પહેલીવાર રોતલ બાળકનાં માતા-પિતાની ઊંઘને તેમની આવક સાથે સાંકળી લેવામાં આવી છે. બાળક રોતલ હોવાથી માતા-પિતા તેને છાનું રાખવા પાછળ દિવસરાત સમય વેડફે છે, પરિણામે તેઓ સારી રીતે ઊંઘ લઈ શકતાં નથી, ઓછી ઊંઘને કારણે તેમનામાં થાક વર્તાય છે અને આર્થિક બાબતો પર પડતી તેની અસરોને તેઓ ગંભીરતાથી મૂલવતાં નથી. માનવીનાં શરીર પર ઊંઘની અસર થતી હોવાનું પુરવાર થયા છતાં તેને વધારે મહત્વ આપવામાં આવતું નથી. ઓછી ઊંઘને કારણે મગજની કામગીરીને માઠી અસર થાય છે અને નિરાશાની ભાવના જાગે છે.

માતા-પિતાનો ઊંઘવાનો સમય અને આવક વચ્ચે પરસ્પર સંબંધ
આ અભ્યાસમાં ૧૯૯૧થી ૧૪,૦૦૦ પરિવારોનો ઊંઘવાનો સમય અને તેમની આવક પર પડેલી અસરનો અભ્યાસ કરાયો હતો, જેમાં માતા-પિતાનું બાળક રાત્રે કેટલી વખત ઊંઘે છે અને કેટલી વખત રડે છે તેમજ આવક પર તેની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરાયો હતો. રોતલ બાળકને છાનું રાખવા ફાળવવો પડતો સમય તેમજ તેને કારણે આવકમાં ઘટાડાને પરસ્પર સંબંધ છે તેવું આના પરથી પુરવાર થયું હતું.