Cryptocurrency down from the new variant of the Corona
  • Home
  • Business
  • કોરોનાના નવા વેરિઅન્ટથી ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ધોવાણ

કોરોનાના નવા વેરિઅન્ટથી ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ધોવાણ

 | 7:59 am IST
  • Share

  • બિટકોઇનનું મૂલ્ય ઘટીને 40 લાખના સ્તરે આવી ગયું

  • ઇથેરિયમ, પોલ્કાડૉટ અને ડોજેકોઇન સહિત મોટાભાગની ડિજિટલ કરન્સીના હાલ બેહાલ

  • ગ્લોબલ માર્કેટ પર ઓમિક્રોનની માઠી અસરો જોવા મળી

     

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ગભરાટથી આખા વિશ્વનાં શેરબજારોમાં શુક્રવારે મોટાપાયે ખાનાખરાબી જોવા મળી હતી. અમેરિકા, ભારત, જાપાન, ચીન સહિત એશિયા અને યુરોપના બજારોમાં મોટા ગાબડાં પડયા હતા. વિશ્વનાં ફોરેક્સ માર્કેટમાં પણ તેની માઠી અસરો જોવા મળી હતી. અનેક મજબૂત ચલણોના પાયા ડગમગી ગયા હતા. ક્રિપ્ટો કરન્સીના મૂલ્યોનું મોટાપાયે ધોવાણ થયું હતું. બિટકોઇનનું મૂલ્ય ઘટીને 40 લાખના સ્તરે આવી ગયું હતું. એકલું બિટકોઇન જ નહીં ઇથેરિયમ, પોલ્કાડૉટ અને ડોજેકોઇન સહિત મોટાભાગની ડિજિટલ કરન્સીના મૂલ્યોમાં જંગી ઘટાડો થયો હતો. આને કારણે ક્રિપ્ટોમાં રોકાણ કરનારા રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું હતું.  

બિટકોઇન ગગડીને 40 લાખના સ્તરે

કોરોનાના નવા વાઇરસ ઓમિક્રોનના WHO દ્વારા 30 ગણો ખતરનાક ગણાવાયો છે ત્યારે ગ્લોબલ માર્કેટ પર તેની માઠી અસરો જોવા મળી છે. શનિવારે બિટકોઇનનું મૂલ્ય ઘટીને રૂ. 40,30,391ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. શુક્રવારે પણ તેમાં મોટા ગાબડાં જોવા મળ્યા હતા.  

ઇથેરિયમ સહિત અન્ય કરન્સીના હાલ બેહાલ

એકલું બિટકોઇન જ નહીં ઇથેરિયમના મૂલ્યમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. ઇથેરિયમનું મૂલ્ય રૂ. 18,998 ઘટીને રૂ. 3,09,699 થયું હતું. ઇથેરિયમે હજી આ મહિને જ ઓલટાઇમ હાઈ સ્તર બનાવ્યું હતું. જેમાં 20 ટકા ઘટાડો થયો છે. અન્ય કરન્સીમાં કાર્ડાનોમાં 3 ટકા, રિપલમાં 5 ટકા, પોલ્કાડૉટમાં 7 ટકા, અંડર ડોગમાં 12 ટકા અને કિશુ ઈનુમાં 10 ટકા ઘટાડો થયો હતો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો