CSK owner srinivasan says Dhoni refused to take outstanding player in team
  • Home
  • Sports
  • Cricket
  • મોટો ખુલાસો! ધોનીએ શાનદાર ખેલાડીને CSKમાં શામેલ ન કર્યો, કહ્યું- ટીમને બરબાદ કરી દેશે

મોટો ખુલાસો! ધોનીએ શાનદાર ખેલાડીને CSKમાં શામેલ ન કર્યો, કહ્યું- ટીમને બરબાદ કરી દેશે

 | 8:10 pm IST

બીસીસીઆઈ(bcci)ના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસને મોટો ખુલાસો કર્યો છે કે કેવી રીતે એમએસ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની ટીમમાં એક શાનદાર ખેલાડીને શામેલ કરવાથી ઇન્કાર કર્યો હતો. ફ્રેન્ચાઇઝીના માલિક એન શ્રીનિવાસે એક સારા ખેલાડીની સલાહ આપી હતી. પરંતુ ધોનીએ એવું કહીને ખેલાડીને ટીમમાં શામેલ ન કર્યો કે તે ટીમને બરબાદ કરી દેશે.

મીડિયા રિપોર્ટ મુજબ એક વેબિનારમાં શ્રીનિવાસને કહ્યું કે તેમણે ધોનીને એક બાહ્ય ખેલાડીની સલાહ આપી હતી. પરંતુ ધોનીએ કહ્યું કે નહીં સર, તે ટીમને બરબાદ કરી દેશે. ટીમની એકતા ખૂબ જ મહત્વની હોય છે. શ્રીનિવાસને કહ્યું કે ધોની સહજ પ્રવૃત્તિના વ્યક્તિ છે. જે ટીમ મીટિંગમાં ભાગ લેવા અથવા ડેટા જોવામાં વિશ્વાસ નથી રાખતા.

રિપોર્ટ પ્રમાણે શ્રીનિવાસને કહ્યું કે ધોની મીટિંગમાં બધાને સાંભળે છે અને બધાના સૂચનો લે છે. પરંતુ કોઈ પ્રતિભાવ નથી આપતા. તે ખૂબજ સહજ છે. ધોની મેદાન પર બેટ્સમેન અથવા ખેલાડીની પ્રતિભાનું મૂલ્યાકંન કરે લે છે. જ્યારે બીજી તરફ એક વ્યક્તિની આકારણી માટે ડેટા ઉપલબ્ધ છે. તેથી ડેટા અને સહજતા વચ્ચે લાઇન બનાવવી ઘણી મુશ્કેલ છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન