કોઈ પણ આઉટફિટ સાથે એલિગન્ટ લુક આપે છે કફ બ્રેસલેટ - Sandesh
  • Home
  • Lifestyle
  • કોઈ પણ આઉટફિટ સાથે એલિગન્ટ લુક આપે છે કફ બ્રેસલેટ

કોઈ પણ આઉટફિટ સાથે એલિગન્ટ લુક આપે છે કફ બ્રેસલેટ

 | 4:33 pm IST

કફ બ્રેસલેટ બીજાં બ્રેસલેટ કરતા એકદમ અલગ હોય છે. બીજા બધા બ્રેસલેટ ઓવલ શેપનાં હોય છે, પણ કફ બ્રેસલેટ સી શેપનાં હોય છે. બીજું, આમાં બે સાઇઝ આવે છે. એક સાઇઝ મોટી હોય છે, જેમાં તમારું અડધું કાંડું ભરાઈ જાય છે. બીજી પણ મોટી જ હોય છે, પણ એ નોર્મલ કરતાં વધારે મોટી હોય છે જે પહેરવાથી તમારા કાંડાથી આગળ સુધીનો ભાગ કવર થાય છે. કફ બ્રેસલેટ આજે બધા પ્રસંગોમાં પહેરવામાં આવે છે. કફ બ્રેસલેટ સ્ટેટમેન્ટ પીસ બની ગયું છે. એ સિવાય કોઈ પણ આઉટફિટ સાથે કફ બ્રેસલેટ તમને એલિગન્ટ લુક આપે છે.

કફ બ્રેસલેટમાં તમને એકથી એક ચડિયાતી ડિઝાઇન અને પેર્ટન જોવા મળે છે જેમાં ઝિગઝેગ ડિઝાઇન, ફ્લાવરની ડિઝાઇન, પાનની ડિઝાઇન, ફેધરનો શેપ વગેરે ડિઝાઇનોમાં કફ બ્રેસલેટને એક અલગ જ લુક મળે છે. આ સિવાય ઇજિપ્શિયન સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને રોમન સંસ્કૃતિ જેવી વિવિધ સંસ્કૃતિની યાદ અપાવતાં કફ બ્રેસલેટ પણ ઘણાં લોકપ્રિય થયાં છે. કફ બ્રેસલેટમાં તમને વિવિધ પેટર્ન પણ જોવા મળે છે જેમાં બ્રેસલેટના સેન્ટરમાં સિંગલ મોટો સ્ટોન હોય છે. કેટલાંક કફ બ્રેસલેટમાં લટકતી ચેઇન પણ હોય છે. કફ બ્રેસલેટ ગોલ્ડનાં, ગોલ્ડ પ્લેટેડ, ડાયમન્ડનાં, મોતીનાં, બીડ્સનાં, લાકડાનાં, કલરિંગ સ્ટોનવાળાં, લેધરનાં, ક્રિસ્ટલનાં, અમુક ધાતુનાં જેમ કે મેટલ-ગોલ્ડ-સિલ્વર વાયરથી બનાવેલાં, સિલ્વરનાં, કોપરનાં, એનિમલ-પ્રિન્ટેડ હોય છે. અમુક કફ બ્રેસલેટમાં ગોલ્ડ ઉપર માત્ર કલરિંગ સ્ટોન જ હોય છે. એનિમલ-પ્રિન્ટેડ સિવાય તમને એનિમલના શેપનાં પણ કફ બ્રેસલેટ જોવા મળે છે જેમાં ઘુવડ, સ્ટાર ફિશ, નાગ અને સ્પાઇડરના શેપ જોવા મળે છે.

આજકાલ એડ્જેસ્ટેબલ કફ બ્રેસલેટ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. પહેલાં સ્ક્રૂવાળાં વધારે મળતાં હતાં. જો કે એ તમારા હાથ પર ફિટ બેસે તો જ સારાં લાગશે. ઢીલાં-ઢીલાં કફ બ્રેસલેટ હાથ ઉપર સારા લાગતાં નથી. આમાં સમય જતાં ડિઝાઇન અને પેટર્ન બદલાતી રહે છે. જેને બેન્ગલ ન પહેરવી હોય અને આખો હાથ ભરેલો રાખવો હોય તો કફ બ્રેસલેટ સારો ઓપ્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન