Curative Petition of Nirbhayas 2 Convicts Dismissed, to be Hanged on 22nd Jan
  • Home
  • Featured
  • સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિતોની ક્યૂરેટિવ પિટીશન ફગાવી, 22મીએ ફાંસીએ લટકાવાશે

સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિતોની ક્યૂરેટિવ પિટીશન ફગાવી, 22મીએ ફાંસીએ લટકાવાશે

 | 2:32 pm IST

નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ રોહિંટ્ન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણણી પાંચ જજોની પીઠે દોષિત વિનય શર્મા અને મુકેશ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી. પહેલા વિનય શર્માએ અને ત્યાર બાદ મુકેશ એમ નિર્ભયા કેસના બે દોષિતોએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી.

નિર્ભયા કેસના તમામ ચારેય આરોપીઓને હવે 22મી જાન્યુઆરીએ ફાંસીના માચડે લટકાવવામાં આવશે. જોકે હજી આ ચારેય દોષિતો પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો વિકલ્પ બાકી છે. જો રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવશે તે સાથે જ તમામને ફાંસીના ફંદે લટકાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આજે નિર્ભયા ગેંગરેપ કેસના બે દોષિતોની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થયા બાદ બન્ને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પાંચ જજોની બેંચ સુનાવણી કરી હતી. જસ્ટિસ એન રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ બન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી કરી હતી.

પાંચ જજોની બેચે આ ક્યૂરેટિવ પિટીશન ફગાવતા હવે નિર્ભયાના દોષિતોને ફાંસીના માચડે લટકાવવામાં આવશે. અગાઉ જસ્ટીસ ભાનુમતિ અને જસ્ટિસ ભૂષણની બેંચે દોષીઓની પુનર્વિચાર અરજી 18 ડિસેમ્બરે નકારી કાઢી હતી. ત્યારબાદ પટિયાલા હાઉસની ટ્રાયલ કોર્ટે ચારેય આરોપીને 22 જાન્યુઆરીના રોજ ફાંસી પર લડકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. આ વોરન્ટ નિર્ભયાની માતાની અરજી પર જાહેર કરવામાં આવ્યું હતું, અરજીમાં ટ્રાયલ કોર્ટમાંથી માંગ કરવામાં આવી હતી કે દોષીઓની કોઇપણ અરજી સુપ્રીમ કોર્ટ અથવા રાષ્ટ્રપતિ પાસે પેન્ડીંગ નથી, એટલા માટે ટ્રાયલ કોર્ટ ફાંસીની સજાને મંજૂરી આપવા માટે કાર્યવાહી કરે.

શું હતી આખી ઘટના?

16 ડિસેમ્બર 2012ના રોજ એક 23 વર્ષીય યુવતિ સાથે નિર્દયતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને દોષીઓ દ્વારા પીડિતાને ખૂબ અત્યાચાર સહન કરવો પડ્યો હતો, ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. આ જધન્ય કૃત્યમાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરી દુષ્કર્મ તથા હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન