કોરોનાએ પગ એક્સિલેટર પર મુક્યો, વધુ એક શહેરમાં નાઇટ કરફ્યૂની જાહેરાત

મહારાષ્ટ્ર (Maharashtra)માં મંગળવારે છ હજારથી વધુ નવા કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે સંક્રમણના કારણે 51 લોકોનાં મોત નીપજ્યાં છે. અકોલા (Akola)માં વાયરસના ચેપના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગે કહ્યું કે સોમવારે 5210 નવા કેસ નોંધાયા છે, જ્યારે મંગળવારે 6218 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ કુલ કેસ વધીને 21,12,312 થઈ ગયા છે. 10 ફેબ્રુઆરી પછી રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા વધી રહી છે. વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે મંગળવારે મહારાષ્ટ્રમાં 51 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં, ત્યારબાદ મૃત્યુઆંક 51,857 પર પહોંચી ગયો છે.
વિદર્ભમાં સૌથી વધુ 1392 કેસ અકોલામાં
તેમણે જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં 51 માંથી 32 મોત થયા છે અને ગયા અઠવાડિયામાં 12 મોત થયા છે. બાકીના સાત મોત ગત સપ્તાહે અગાઉના સમયગાળામાં થયા હતા. વિદર્ભમાં સૌથી વધુ 1392 કેસ અકોલામાં છે, જ્યારે મુંબઈમાં 1250 કેસની પુષ્ટિ થઈ છે. અકોલામાં અમરાવતી, યવતમાલ, બુલઢાના, વાશીમ અને અકોલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે મહારાષ્ટ્રમાં કોવિડ -19નું નવું કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 333 નવા કેસોની પુષ્ટિ થઈ છે, જે પછી કુલ કેસ 3,20,532 પર પહોંચી ગયા છે, જ્યારે આઠ વધુ સંક્રમિતોના મોત બાદ મૃત્યુ પામનારની સંખ્યા 11,454 પર પહોંચી ગઈ છે.
ઔરંગાબાદ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 50 હજારની નજીક
બીજી તરફ, ઔરંગાબાદ શહેરમાં વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, જે 8 માર્ચ સુધી ચાલુ રહેશે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે તેની જાણકારી આપી. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન વહીવટી અધિકારીઓએ નાગરિક સંસ્થા અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે ઔદ્યોગિક ક્ષેત્ર, તબીબી સેવાઓ અને જાહેર પરિવહનને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઔરંગાબાદ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 50 હજારની નજીક પહોંચી રહી છે.
પૂણે ડિવિઝનમાં પણ મુંબઈ ડિવિઝન કરતા વધુ કેસો
પૂણે ડિવિઝનમાં પણ મુંબઈ ડિવિઝન કરતા વધુ કેસો નોંધાયા છે, જેમાં 1288 લોકોને ચેપ લાગ્યો છે. પુણે વિભાગમાં કુલ કેસની સંખ્યા 5,17,760 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 11,716 પર પહોંચી ગયો છે. અકોલા વિભાગમાં અમરાવતી મહાનગર હેઠળ આવતા વિસ્તારોમાં 515 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે જિલ્લાના અન્ય ભાગોમાં 271 દર્દીઓની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અકોલા શહેરમાં 121, યવતમાલમાં 165 અને બુલઢાનામાં 161 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં, 53,409 લોકો સંક્રમણની સારવાર લઈ રહ્યા છે, જ્યારે 20,05,851 લોકો સંક્રમણ મુક્ત થયા છે. હાલમાં, 2,79,288 લોકો ઘરની ક્વોરન્ટાઇનમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન