Kangaroo Charges Paraglider Curious
  • Home
  • Featured
  • Video: પેરેગ્લાઈડીંગ કરવાની મજા પડી ભારે રસ્તામાં કાંગારૂ આવી ચડતા માંડ જીવ બચ્યો

Video: પેરેગ્લાઈડીંગ કરવાની મજા પડી ભારે રસ્તામાં કાંગારૂ આવી ચડતા માંડ જીવ બચ્યો

 | 4:28 pm IST

હવામાં પેરેગ્લાઈડીંગ કરવાની એક અલગ જ મજા છે. કેટલાક લોકો ખાસ પ્રકારનો શોખ ધરાવે છે જે આકાશમાં ઉડીને પોતાનો શોખ પુરો કરી દેતા હોય છે. ઓસ્ટ્રેલિયા પ્રકૃતિથી છલકાતો એક એવો દેશ જ્યાં આ રીતે લોકો પેરેગ્લાઈડીંગ કરવાની મજા માણતા રહે છે.

ઓસ્ટ્રેલિયાના કેનેબરામાં આજ રીતે એક માણસે પેરેગ્લાઈડીંગ કરવાની મજા માણી રહ્યો હતો. આકાશમાં ઉડતા આ પેરેગ્લાઈડીંગને જોઈને અચાનક ત્યાંથી પસાર થઈ રહેલા કાંગારૂને ખબર નહી શું જૂસ્સો ચડ્યો તે પેરાસુટની પાછળ દોડ્યુ. બીચારો પેલો માણસ માંડ માંડ કરીને જીવ બચાવી નીચે ઉતર્યો ત્યારે કદાચ તેને હોશ આવ્યા હશે.

થોડો સમયતો એવુ લાગી રહ્યુ હતુ જાણેકે કાંગારૂને એવુ થવા લાગ્યુ કે હું પણ આકાશમાં ઉડી જાવ. આકાશમાંથી જ્યારે લેન્ડ થઈ રહ્યો હતો અચાનક કાંગારૂ રસ્તામાં આવી ગયુ અને પાછળ દોડવાનું શરૂ કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન