currency-falling-world-wide-rupee-dollar-exchange-value-crude-oil
  • Home
  • Business
  • ડૉલરની સામે રૂપિયો તો કંઇ નહી આ દેશોની કરન્સી ભોંયભેગી

ડૉલરની સામે રૂપિયો તો કંઇ નહી આ દેશોની કરન્સી ભોંયભેગી

 | 6:03 pm IST

ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. રૂપિયો નવો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. સોમવારે 72.67 પ્રતિ ડૉલર ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. મંગળવારે રૂપિયાએ વેપારની શરૂઆતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો ત્યારબાદ 72ને પાર પહોંચ્યો છે. દેશમાં રૂપિયો ગગડ્યો તેની સામે ભારે હંગામો થઈ રહ્યો છે. ગગડતા રૂપિયાના કારણે ઇકોનોમી સામે પડકારો છે. પણ એકલો રૂપિયો નથી ગગડી રહ્યો બીજી કરન્સી પણ ધડામ પડી છે.

છેલ્લા પાંચ વર્ષોમાં રૂપિયો 15.52 ટકા તૂટ્યો છે. કેટલાક દેશોની કરન્સી 100 ટકા ગગડી છે. ડૉલરમાં સતત મજબૂતાઇ આવી રહી છે. કાચા ઓઇલની કિંમતના ભાવ અને તુર્કીના તેમજ વેનેજુએલામાં ચાલી રહેલા ભારે આર્થીક સંકટ સામે કેટલાય દેશોની મુદ્રાઓએ કમર તોડી છે.

છેલ્લા પાંચ વર્ષોમાં અર્જેન્ટીનાની મુદ્રામાં ભારે મંદી આવી છે. ડૉલર સામે મુદ્રા 546.72 ટકા ગગડી છે. બીજા નંબરે તુર્કીનો લીરા 221 ટકા ઘટ્યુ છે. ત્રીજા નંબરે રશિયાની5 રબલ છે. જે 117.41 ટકા ઘટી છે. બ્રાઝીલની મુદ્રા રિયલ 84 ટકા, દક્ષિણ આફ્રીકાની રૈંડ 51.42 ટકા, મેક્સિકનનો પૈસો 47.15 ટકા. ઈન્ડોનેશિયાનો રૂપિયો 28.17 ટકા ઘટ્યો છે.ચીનની મુદ્રામાં 12 ટકા સિંગાપુર ડૉલરમાં 9.63 ટકા તૂટ્યો છે. સમગ્ર દુનિયા હાલ આર્થીક સંકટ સામે જજુમી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર તૈયાર થયેલી હાલતે પરિસ્થિતિ વધુ વકરી છે.