હાલના સમયમાં સર્વથા ઉપયોગી આયુર્વેદીય ઔષધઃ સૂંઠ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • હાલના સમયમાં સર્વથા ઉપયોગી આયુર્વેદીય ઔષધઃ સૂંઠ

હાલના સમયમાં સર્વથા ઉપયોગી આયુર્વેદીય ઔષધઃ સૂંઠ

 | 8:35 pm IST

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈપણ મહામારી સામે લડવા માટે આ ષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈપણ પ્રકારના કીટાણુઓ સામે તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને સજ્જ કરે છે.

સૂંઠ, મરી અને પીપર આ ત્રણેના યોગને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ કહે છે. ‘કટુ’નો અર્થ સંસ્કૃતમાં ‘તીખો’ થાય છે. અને એટલે આ ત્રણ તીખાં ઔષધોને ત્રિકટુ કહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને કોરોના વાઇરસ સામે શરીરને સુરક્ષિત રાખવામાં મદદરૂપ હોવાથી ‘ત્રિકટુ’ને ભારતના આયુષ મંત્રાલય દ્વારા પણ નિર્દેશિત કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં અનેક રોગોની ચિકિત્સામાં તે પ્રયોજાય છે.

ગુણકર્મો

આદું અને સૂંઠ ગુણોમાં લગભગ સરખા છે, પરંતુ સૂંઠ કરતાં આદું વધારે સૌમ્ય છે. આયુર્વેદ પ્રમાણે સૂંઠ સ્વાદમાં તીખી, પચ્યા પછી મધુર, ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, પચવામાં હળવી, ઉષ્ણ-ગરમ, કફ, વાયુ તથા મળના બંધને તોડનાર, વીર્યને વધારનાર અને સ્વરને સુધારનાર છે. તે ઊલટી, શ્વાસ-દમ, ઉધરસ, હૃદયરોગ, આફરો, હરસ-મસા, સોજા તથા પેટના શૂળ અને વાયુને મટાડનાર છે. આપણે ત્યાં ધોળકા તરફની સૂંઠ વખણાય છે. ગુણોમાં તે ઉત્તમ હોય છે.

છાલ સાથેની સૂંઠમાંથી એક ઉડનશીલ તેલ મેળવવામાં આવે છે. આ તેલમાં જિંજિબેરીન, જિંજિબેરોલ વગેરે તત્ત્વો હોય છે. સૂંઠમાં રહેલાં તીખાશયુક્ત તત્ત્વો ઉડનશીલ હોતાં નથી. આ તત્ત્વોમાં જિંજિબેરોલ, શોગાઓલ તથા જિંજરોન મુખ્ય છે. રાસાયણિક દૃષ્ટિએ સૂંઠમાં પ્રોટીન, સ્ટાર્ચ, રેસા, વગેરે પણ રહેલા છે.

ઉપયોગો  

કોરોના વાઇરસ સામે ગળું, ફેફસાં અને બાકીના શરીરને સુરક્ષિત રાખવા માટે સૂંઠ ઉપયોગી છે. તેમજ વર્તમાન સમયમાં સોમાંથી પચાસ વ્યક્તિઓ શરદી (સળેખમ)ની ફરિયાદ કરતી જોવા મળે છે. અપચાની, ભૂખ ન લાગવાની, ગેસ-ઉદરવાયુની ફરિયાદ પણ ઘણા કરતા હોય છે. અમારી આ બધાને સલાહ છે કે, રોજ સવારે સૂંઠના લાડુનું સેવન કરવું. સૂંઠ, ગોળ અને ઘી પાંચ-પાંચ ગ્રામ લઈ એનો લાડુ બનાવી, રોજ સવારે એક લાડુનું સેવન કરવું. રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથેસાથે થોડા દિવસમાં ઉપર્યુક્ત તકલીફોમાં રાહત જણાવા લાગશે.

સૂંઠ એ પાચનતંત્ર માટેનું ખૂબ જ ઉત્તમ ષધ છે. વૃદ્ધાવસ્થામાં ઘણું કરીને પાચનક્રિયા મંદ પડવા લાગે છે, પેટમાં વાયુનો પ્રકોપ થાય છે, કફપ્રકોપ પણ રહે છે, હૃદયમાં ગભરામણ અને હાથ-પગમાં કળતર-દુખાવો થાય છે. આ સ્થિતિમાં સૂંઠનું ચૂર્ણ અથવા દૂધ મેળવેલા સૂંઠના ઉકાળાનું સેવન શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાઇરલ રોગ, વાયુ અને કફના બધા જ વિકારોમાં તથા હૃદયરોગીઓ માટે સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે.

સૂંઠ સ્વાદમાં તીખી હોય છે અને તીખી ચીજો પિત્તકર હોય છે, પરંતુ સૂંઠ તીખી હોવા છતાં પચ્યા પછી તે મધુર બનતી હોવાથી પિત્ત કરતી નથી. તે દીપન, પાચન, પચ્યા પછી મધુર, કફ અને વાયુકર હોવાથી પૌષ્ટિક છે. તે જઠરાગ્નિને પ્રબળ બનાવીને હૃદયને બળ આપે છે. હ્ય્દયના રોગીઓને અમારી સલાહ છે કે, રોજ પાંચ-પાંચ ગ્રામ ગંઠોડા અને સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી મેળવીને સેવન કરવું. એના સેવનથી હૃદયરોગમાં ફાયદો થશે.

આપણે ત્યાં સૂંઠનો પાક બનાવાય છે. શિયાળામાં સહુ અનુભવીઓ ખાય છે અને પ્રસૂતા-સુવાવડી સ્ત્રીઓને કોઈ વિકાર ન થાય તે માટે ખાસ ખવડાવાય છે. પ્રસૂતિ પછી ખાસ કરીને વાયુનો પ્રકોપ થતો હોય છે. સૂંઠ એ ઉત્તમ વાયુનાશક ષધ છે. એટલે પ્રસૂતા સ્ત્રીઓ માટે આ પાક ખૂબ જ ગુણકારી અને શ્રેષ્ઠ ષધ છે. સૂંઠ અનેક ષધીય ગુણોનો ભંડાર છે. આયુર્વેદમાં એટલે જ તેને ‘વિશ્વભેષજ’ (તમામ રોગોનું એક ષધ) અને ‘મહૌષધ’ (મહાન ષધ) એવાં નામ આપવામાં આવેલાં છે.

આરોગ્ય ચિંતન : વૈદ્ય પ્રશાંત ગૌદાની

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન