ચાલુ વર્ષે ડુંગળીની નિકાસ ઐતિહાસિક સ્તરે પહોંચશે - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ચાલુ વર્ષે ડુંગળીની નિકાસ ઐતિહાસિક સ્તરે પહોંચશે

ચાલુ વર્ષે ડુંગળીની નિકાસ ઐતિહાસિક સ્તરે પહોંચશે

 | 2:50 am IST

મુંબઈ, તા.૧૮

વર્તમાન સિઝનમાં ડુંગળીની નિકાસ વિક્રમ સ્તરે પહોંચશે. મહારાષ્ટ્ર સ્ટેટ માર્કેટિંગ બોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સિઝનમાં ડુંગળીની નિકાસ ૩૦ લાખ ટન કરતાં વધારે થશે. અત્યાર સુધીમાં ક્યારેય ડુંગળીની નિકાસ ૧૮ લાખ ટન કરતાં વધારે નથી થઈ. સરકારની પ્રોત્સાહક અને સાનુકૂળ નીતિઓને કારણે વર્તમાન મોસમમાં ડુંગળીની નિકાસમાં ઉછાળો જોવા મળશે.

નેશનલ ર્હોિટકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ડુંગળીની નિકાસ ૨૩.૯૯ લાખ ટન જેટલી થઈ છે. આ નિકાસ જથ્થાને ધ્યાનમાં લઈએ તો માર્ચ ૨૦૧૭ સુધીમાં નિકાસ ૩૦ લાખ ટન કરતાં વધી જશે.

સરકારે ડુંગળી ઉપરની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ નાબૂદ કરી હતી. ડુંગળી માટે મર્ચન્ડાઈઝ એકસ્પોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમની મુદત ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી લંબાવી હતી તેમ જ ડુંગળીની નિકાસ માટે રેલવેની વધુ રેકની ફાળવણી કરી હતી. આ સ્કીમોને કારણે ડુંગળીની નિકાસમાં વધારો થઈ રહ્યો છે.

ભારત ડુંગળીની નિકાસ મુખ્યત્વે મિડલ ઈસ્ટ, ગલ્ફના દેશો, બાંગ્લાદેશ, મલેશિયા, સિંગાપુર, નેપાળ, શ્રીલંકા, અને કતાર ખાતે કરે છે. ચીન બાદ ભારત ડુંગળીનો સેકન્ડ લાર્જેસ્ટ એક્સ્પોર્ટર દેશ છે.