હાલમાં કોઇ ફિલ્મ સાઇન નથી કરી શકતી સારા...   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હાલમાં કોઇ ફિલ્મ સાઇન નથી કરી શકતી સારા…  

હાલમાં કોઇ ફિલ્મ સાઇન નથી કરી શકતી સારા…  

 | 3:48 am IST

સારા અલી ખાન કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કરવાની હતી. તેમજ તેની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. જોકે તેનો ડેબ્યુ હવે ખતરામાં આવી ગયો છે. કારણ કે અભિષેક કપૂરની ક્રિઅર્જ એન્ટરટેન્મેટ સાથેના વિવાદોનો અંત નથી આવી રહ્યો. એનું કારણ એ છે કે ક્રિઅર્જ અને ટી- સિરીઝે પોતાના નામ પાછા ખેંચી લીધા છે. અને આના કારણે સારા અલી ખાન ખૂબ જ ચિંતામાં આવી ગઇ છે તેમજ કોઇપણ નવોદિત કલાકાર સાથે આ થાય તે સ્વાભાવિક છે. જોકે હાલમાં સારા અલી ખાનને કેટલીય ફિલ્મો ઓફર થઇ રહી છે. પરંતુ તે ફિલ્મો સાઇન કરી શકે તેમ નથી કારણ કે તે કોન્ટ્રેક્ટના કારણે અન્ય ફિલ્મો સાઇન કરી શકે તેમ નથી. સારાને અનુષ્કાની ફિલ્મ બુલબુલ પણ ઓફર થઇ હતી પણ તેને એ ફિલ્મને સાઇન કરવાની ના પાડી હતી. તેમજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબામાં રણવીરની સામે લોવાની પણ અટકળો થઇ રહી હતી. ક્રિઅર્જ એન્ટરટેમેન્ટમાં અર્જુન કપૂરે મીડિયા સાથે વાતચિત દરમિયાન કહ્યું હતું કે “પહેલી વાત કે ફિલ્મ બંધ નથી થઇ તેનું પર કામ ચાલુ જ છે તેમજ પ્રોડયૂસર તરીકે હું જાણંુ છંુ કે કેટલીય વસ્તુઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે તેમાં સારા અલી ખાનનું કરિયર પણ ક્રિઅર્જ માટે તેટલું જ મહત્ત્વનું છે.”