One and halh year ago aghori tantrik given curse to bhatiya family
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લો બોલો ! દિલ્હીમાં 11 લોકોના મોત પાછળ હતો ઉજ્જૈનનાં તાંત્રિકનો શ્રાપ !

લો બોલો ! દિલ્હીમાં 11 લોકોના મોત પાછળ હતો ઉજ્જૈનનાં તાંત્રિકનો શ્રાપ !

 | 7:17 pm IST

દિલ્હીનાં બુરાડીમાં 11 લોકોનાં રહસ્યમય મોતે દેશભરના લોકોને હચમાચાવી દીધાં છે ત્યારે આ મામલે રહસ્યના તાણાંવાણા ઉકેલવા માટે પોલીસની કવાયત દરમિયાન એક પછી એક અનેક એવી બાબતો સામે આવી રહી છે કે ભલભલા ચકરાવે ચડી જાય. મળતી માહિતી પ્રમાણે બુરાડીકાંડ પ્રકરણ હવે ઉજ્જૈન કનેકશન બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે દોઢ વર્ષ પહેલા ભાટિયા પરિવાર ધાર્મિક નગરી ઉજ્જૈન ગયો હતો. ભાટિયા પરિવારે ઉજ્જૈનનાં ભૃતહરિ ગુફા અને ગઢકાલિકા ક્ષેત્રમાં તાંત્રિક ક્રિયાઓ પણ કરી હતી. આ ઘટનાને જોનારા એક પ્રત્યક્ષ દર્શીનું કહેવું છે કે ભાટિયા પરિવારે ઉજ્જૈનમાં તાંત્રિક ક્રિયાઓ કરવા માટે એક તાંત્રિકનો સંપર્ક પણ કર્યો હતો. દરમિયાન ભાટિયા પરિવારને તાંત્રિક સાથે કોઇ મુદ્દે ડખો થયો હતો. તાંત્રિકે પરિવારનાં પતનનો શ્રાપ પણ આપ્યો હતો.

તાંત્રિકોએ આપ્યો હતો પતનનો શ્રાપ
શ્રીકાંત કુમારના અનુસાર તાંત્રિક ગોપિનાથ તંત્ર ક્રિયા પુર્ણ કર્યા બાદ પૈસા નહી મળતા નારાજ થઇને ભાટિયા પરિવારને પતનનો શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું કે, શ્રાપને દોઢ વર્ષ પુર્ણ થયું ત્યારે જ સમગ્ર પરિવારની લાશો મળી છે. આ તાંત્રિકનાં શ્રાપના કારણે જ થયું છે, બીજી તરફ મળેલા શબો મુદ્દે પોલીસ તેને અંધવિશ્વાસમાં આત્મહત્યા માનીને ચાલી રહી છે. તમામ શબના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચુક્યા છે અને રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવાયું છે. રિપોર્ટમાં તે વાત પણ સ્પષ્ટ થઇ ચુકી છે કે, કોઇ પણ શબ પર જોર જબરદસ્તી કરવામાં આવી નથી. ઘરમાં રહેલા રજીસ્ટર પરથી પણ માહિતી મળે છે કે પરિવારે અંધશ્રદ્ધાથી પ્રેરાઇને જ આ કામ કર્યું છે.

શું હતો તાંત્રિકનો રોલ, કેમ થયો હતો ડખો
ઉજ્જૈનમાં રહેનારા શ્રીકાંત કુમાર અનુસાર, ભાટિયા પરિવાર તંત્ર સાધનામાં વિશ્વાસ ધરાવતો હતો. પરિવારમાં સમસ્યાનાં કારણે પરિવારનાં એક સભ્યનું મોત થઇ ગયાનાં દોઢ વર્ષ પહેલા, ભાટિયા પરિવાર ઉજ્જૈન આવ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત શ્રીકાંત સાથે થઇ હતી. ભાટિયા પરિવારે ઉજ્જૈનમાં ગોપિનાથ નામનાં એક તાંત્રિક પાસે તંત્ર ક્રિયા કરાવી હતી. તંત્રક્રિયા માટે ભર્તુહરીની ગુફા અને ગઢકાલિકા વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક મંદિરમાં દર્શન કરવા ગયેલ શ્રીકાંત કુમાર સાથે ભાટિયા પરિવારની મુલાકાત થઇ. શ્રીકાંત કુમારે કહ્યું કે, અઘોર તંત્ર દ્વારા તેઓ તેમનાં પરિવારનાં સભ્યને ફરીથી જીવીત કરવા માટે ક્રિયાઓ કરી રહ્યા હતા. તંત્ર ક્રિયા પુર્ણ થયા બાદ તાંત્રિક ગોપિનાથે તેની પાસે રૂપિયા માંગ્યા હતા. જે અંગે ભાટિયા પરિવારે અસમર્થતા વ્યક્ત કરી હતી.