Curtis Campher Takes Four Wickets in four Balls in T20 World cup 2021
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ઇતિહાસ રચાયો, આ બોલરે 4 બોલમાં 4 વિકેટ ઝડપી

ટી-20 વર્લ્ડકપમાં ઇતિહાસ રચાયો, આ બોલરે 4 બોલમાં 4 વિકેટ ઝડપી

 | 5:19 pm IST
  • Share

  • આયરલેન્ડના બોલરે ટી-20 વર્લ્ડકપ 2021માં ઇતિહાસ રચ્યો
  • કર્ટિસ કૈંફરે 4 બોલમાં 4 વિકેટ ઝડપી
  • ટી-20 વર્લ્ડકપમાં 4 વિકેટ લેનાર કર્ટિસ દુનિયાનો પ્રથમ બોલર

આયરલેન્ડના ઝડપી બોલર કર્ટિસ કૈંફરે ટી-20 વર્લ્ડકપ 2021માં ઇતિહાસ રચી દીધો છે. ટી-20 વર્લ્ડકપ 2021ના એક મુકાબલામાં તેણે નેધરલેન્ડ વિરૂદ્ધ 4 બોલમાં 4 વિકેટ લીધી છે. તે ટી-20 વર્લ્ડકપમાં આવું કરનાર દુનિયાનો પ્રથમ બોલર છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તેના પહેલા શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા અને અફઘાનિસ્તાનના રાશિદ ખાને 4 બોલમાં 4 વિકેટ લઇ ચુક્યા છે. તે આયરલેન્ડ તરફથી ટી-20માં હૈટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે.

કર્ટિસ કૈંફરે ઇનિંગની 10મી ઓવરમાં આ પરાક્રમ કર્યું હતું. તેણે બીજા બોલથી લઇ 5માં બોલ સુધી કૉલિન એકરમૈન, રિયાન ટેન ડૉઇશ, સ્કોટ એડવર્ડસ અને રૂલોફ વૈન ડેર મેર્વેને આઉટ કર્યા હતા. તેણે 2 ખેલાડીઓને એલબીડબલ્યૂ આઉટ કર્યા હતા, જ્યારે એક ખેલાડીને બોલ્ડ માર્યો હતો.

આ પહેલા રાશિદ ખાને 2019માં આયરલેન્ડ વિરૂદ્ધ જ્યારે લસિત મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 4 બોલમાં 4 વિકેટ ઝડપી હતી. કૈંફરે ટી-20 વર્લ્ડકપમાં હૈટ્રિક લેનાર બીજો બોલર છે. આ પહેલા 2007માં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ આ પરાક્રમ કર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો