આ કંપનીના ગ્રાહકોએ ધડાધડ કરાવી દીધી નંબર પોર્ટેબિલિટી, જાણો કેમ - Sandesh
  • Home
  • Business
  • આ કંપનીના ગ્રાહકોએ ધડાધડ કરાવી દીધી નંબર પોર્ટેબિલિટી, જાણો કેમ

આ કંપનીના ગ્રાહકોએ ધડાધડ કરાવી દીધી નંબર પોર્ટેબિલિટી, જાણો કેમ

 | 4:07 pm IST

એયરસેલ (AIRCEL) ના એક લાખથી વધુ ગ્રાહકોએ નંબર પોર્ટેબિલિટી અંતર્ગત બીએસએનલનાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર સેવા પ્રદાતા કંપની બીએસએનએલ એ કહ્યું કે, સંકટમાં ફસાયેલ ટેલિકોમ્યૂનિકેશન કંપની એરસેલનાં એક લાખથી વધું ગ્રાહકોએ તેનાથી જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગ્રાહકોએ આ રજીસ્ટ્રેશન મોબાઇ નંબર પોર્ટેબિલિટીની સુવિધા અંતર્ગત કરાવ્યું છે.

કંપનીનાં તમિલનાડુ પરિક્ષેત્રના ચીફ જનરલ મેનેજર આર. માર્શલ એન્ટનીએ કહ્યું કે, ગત મહિને એરસેલનાં 57,345 ગ્રાહકોએ બીએસએનએલમાં પોર્ટ કરાવ્યુ હતું. હાલના બાકી 1.85 લાખ ગ્રાહકોએ પણ પોર્ટેબિલિટી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગત પાંચ દિવસોમાં 1.28 લાખ ગ્રાહકોએ બીએસએનએલમાં પોર્ટ કરાવ્યું છે જ્યારે 66,886 ગ્રાહકો પહેલાથી જ પોર્ટેબિલિટી કરાવી ચૂક્યા છે.

ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડિયે એયરસેલે નાણાકીય દબાણનાં કારણએ પોતાનું દેવાળીયું ફુંકાવાનાં દસ્તાવેજ જમા કરાવ્યા હતાં.