કચ્છઃ છ દિવસના ખોદકામ બાદ 80 ફૂટ નીચે જમીનમાંથી યુવકનું ધડ, બે હાથ અને પગ મળ્યા - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છઃ છ દિવસના ખોદકામ બાદ 80 ફૂટ નીચે જમીનમાંથી યુવકનું ધડ, બે હાથ અને પગ મળ્યા

કચ્છઃ છ દિવસના ખોદકામ બાદ 80 ફૂટ નીચે જમીનમાંથી યુવકનું ધડ, બે હાથ અને પગ મળ્યા

 | 4:05 pm IST

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયાના 19 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કર્યા બાદ તેની લાશના કટકા કરીને કોથળામાં ભરીને 80 ફૂટ બોરના ઉંડા ખાડામાં નાખી દીધો હોવાની આરોપીએ કબૂલાત કરતાં પોલીસે લાશનો કબજો મેળવવા માટે 80 ફૂટ ઉંડા બોરમાં ખોદકામ શરૃ કર્યું હતું. આમ છ દિવસના ખોડકામ બાદ યુવકના મૃતદેહના અવશેષો મળ્યા હતા. ખોદકામ દરમિયાન ધડ, બે હાથ અને પગના ટૂકડા મળી આવ્યા હતા. LCB, SOG અને FSL અને એ. મેજીસ્ટ્રેટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

મોટા ભાડિયાના યુવાન દેવાંગ માણેક ગઢવીની હત્યા કરી તેની લાશના કટકા કરી બોરમાં નાખી દેવામાં આવી હોવાની જાણ પોલીસને થઈ છે. છેલ્લા 6 દિવસથી ખોદકામ અવિરત પણે ચાલુ રાખ્યું હતું. ઉંડાણ વધુ વધતા નીચે જમીન વધુ પથરાળ આવી રહી હતી જેના પગલે સારો એવો સમય ખોદકામમાં નીકળી ગયો હતો. છ દિવસના ખોદકામ બાદ યુવકની લાશના ટૂકડા મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોટા ભાડિયાના યુવક દેવાંગ માણેક ગઢવીની હત્યા કરીને તેની લાશના ટૂકડા કરીને 80 ફૂટ ઉંડા બોરમાં નાખી દીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જેસીબીની મદદથી ખોદકામ શરૂ કર્યું હતું.