NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ રીતે સમારશો ડુંગળી તો નહીં આવે રડવું, અજમાવી કરી લો ખાતરી

આ રીતે સમારશો ડુંગળી તો નહીં આવે રડવું, અજમાવી કરી લો ખાતરી

 | 1:36 pm IST

દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ શાકને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત સલાડ તરીકે પણ કરવામાં આવે છે. ડુંગળીનો ઉપયોગ ભોજનમાં કરવો તો ગમે છે પણ તેને સમારવાથી આંખમાંથી જે રીતે પાણી પડે છે તે પીડાકર હોય છે. આ કારણથી ડુંગળી સુધારવાનું લોકો ટાળતાં પણ હોય છે. પરંતુ તમારે હવે આમ કરવાની જરૂર નહીં પડે. કારણ કે અહીં દર્શાવેલા નુસખા અમલમાં મુકશો તો ડુંગળી સમારતી વખતે આંખમાં બળતરા નહીં થાય.

– ડુંગળી સમારતાં પહેલાં તેની છાલ ઉતારી અને થોડીવાર તેને પાણી ભરેલા બાઉલમાં રાખી દેવી. 5 મિનિટ પછી ડુંગળી પાણીમાંથી કાઢી અને સમારી લેવી.

– જો ડુંગળીને પાણીમાં ન પલાળવી હોય તો તેને થોડીવાર ફ્રીઝમાં મુકી રાખવી. 2થી 3 મિનિટ પછી ડુંગળી સમારવાથી આંખમાંથી પાણી નહીં નીકળે. ખાસ ધ્યાન રાખવું કે ડુંગળીને ફ્રીઝમાં 5 મિનિટથી વધારે ન રાખવી.

– ડુંગળી સમારતી વખતે તેની પાસે ઉકાળેલું પાણી રાખવું, આ પાણીમાંથી નીકળતી વરાળ ડુંગળીની તીખાસ અને તેના એસિડને નિષ્ક્રિય કરી દેશે.

– વધારે માત્રામાં ડુંગળી સમારવાની હોય ત્યારે ડુંગળી સમારવા બેસો ત્યારે તેની પાસે એક મીણબત્તી સળગાવી અને રાખી દેવી. આમ કરવાથી ડુંગળીમાંથી નીકળતી ગેસ મીણબત્તીમાં ખેંચાઈ જશે.

1