CWC 2019 World Cup : Rain Warning At Trent Bridge For IND vs NZ
  • Home
  • Sports
  • Cricket
  • CWC 2019: આજે ભારત vs ન્યૂઝીલેન્ડમાં વરસાદ બનશે ‘વિલન’, હવામાને દેખાડી દીધો મિજાજ

CWC 2019: આજે ભારત vs ન્યૂઝીલેન્ડમાં વરસાદ બનશે ‘વિલન’, હવામાને દેખાડી દીધો મિજાજ

 | 10:35 am IST

વર્લ્ડ કપ-2019 દરમ્યાન ઇંગ્લેન્ડના હવામાનની ખૂબ ચર્ચા થઇ રહી છે. ક્રિકેટના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં 17માંથી 3 મેચ વરસાદનો ભોગ બની ચૂકી છે. ગુરૂવારના રોજ એટલે કે આજે નોટિંઘમના ટ્રેંટ બ્રીજમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. નોટિંઘમમાં ધીમી ધારે થોડીક-થોડીકવારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે લંચના સમય સુધીમાં વરસાદ થોભી શકે છે, તેના લીધે ઓછી ઓવરોની મેચ શકય બની શકે છે.

સ્થાનિક વેબસાઇટ નોટિંઘમપોસ્ટના મતે વરસાદને ધ્યાનમાં રાખતા નોટિંઘમ ક્ષેત્રમાં ‘યલો વોર્નિંગ’ લાગૂ છે. બર્મિંઘમ, પીટરબરો અને ન્યૂકેસલ સહિત ઇંગ્લેન્ડના મોટા ક્ષેત્ર વરસાદના ઘેરામાં છે. વેબસાઇટે કહ્યું કે ગુરૂવારના રોજ મોટાભાગે તાપમાન લગભગ 13 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રિનું તાપમાન 10 કે 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

વર્લ્ડ કપ-2019ની 18મી મેચમાં બે એવી ટીમોનો મુકાબલો થશે, જે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અપરાજિત છે. જો વરસાદે ખલેલ પહોંચાડી તો ટ્રેન્ટ બ્રીજ મેદાન પર યોજાનાર આ મેચમાં કોઇ એક ટીમનો વિજયી ક્રમ તૂટવાનો નક્કી છે.

ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં શરૂ થયેલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ખેલાડીઓ કરતાં વરસાદે પોતાની ભૂમિકાથી ચોંકાવ્યા છે. વરસાદના લીધે સોમવારના રોજ વર્લ્ડ કપની 15મી મેચ રદ કરવી પડી હતી. મંગળવારના રોજ વર્લ્ડ કપની 16મી મેચ પણ રદ્દ થઇ ગઇ હતી. તેની સાથે જ વર્લ્ડ કપ 2019માં સૌથી વધુ મેચ રદ્દ થનાર વર્લ્ડ કપ બની ગયો.

કયારે કયારે વરસાદના લીધે કોઇપણ બોલ ફેંક્યા વગર મેચ રદ્દ થઇ
-1979માં એક વખત
-2015માં એક વખત
-2019માં બે વખત (પાકિસ્તાન vs શ્રીલંકા- વર્લ્ડ કપની 11મી મેચ. બાંગ્લાદેશ vs શ્રીલંકા-16મી મેચ)

વર્લ્ડ કપ 2019 : કયારે-કયારે વરસાદે પાડ્યો ખેલ
– 4 જૂનના રોજ કાર્ડિફમાં શ્રીલંકા-અફઘાનિસ્તાનની મેચ માટે 41-41 ઓર જ નક્કી કરી શકાઇ
– 7 જૂનના રોજ બ્રિસ્ટલમાં પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ રદ્દ કરવી પડી. આ મેચમાં તો ટોસ સુદ્ધાં ના ઉછળી શકાયો
– 10 જૂનના રોજ સાઉથેમ્પટનમાં સાઉથ આફ્રિકા-વેસ્ટઇન્ડીઝની મેચ 7.3 ઓવરથી આગળ વધી જ ના શકી
– 11 જૂનના રોજ વરસાદના લીધે બ્રિસ્ટલમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ મુકાબલાનો ટોસ ઉછળી ના શકયો અને આ મેચ પણ વરસાદનો ભોગ બની

આ વીડિયો પણ જુઓ – પોરબંદરમાં SP ઓફિસના કંટ્રોલ રૂમનો ટાવર ધરાશાયી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન