Cyclone Fani: HDFC to restore Odisha schools, Also donate Rs 10 Cr
  • Home
  • Business
  • ‘ફની’એ ધમરોળેલા ઓરિસ્સાની મદદે આવી HDFC બેંક, ઝડપ્યું ખાસ બીડું

‘ફની’એ ધમરોળેલા ઓરિસ્સાની મદદે આવી HDFC બેંક, ઝડપ્યું ખાસ બીડું

 | 11:04 am IST

ફની નામના વાવાઝોડાએ ઓરિસ્સાને ધમરોળ્યું હતું. વાવાઝોડાના પગલે જનજીવન ખોરવાયું છે. વિજળી-પાણી સહિતની અનેક સમસ્યાઓ સામે આવીને ઉભી રહી ગઈ છે. અનેક ઈમારતોને પણ ભારે નુંકશાન પહોંચ્યું છે. આ પારાવાર મુશ્કેલીઓ વચ્ચે એચડીએફસી બેંકે મદદનો હાથ લંબાવ્યો છે.

એચડીએફસી બેંકે જાહેરાત કરી છે કે, તે ફેની વાવાઝોડાનો ભોગ બનેલી ઓડીશાની 20 સરકારી શાળાઓનું પુનઃસ્થાપન અને સમારકામની જવાબદારી ઉઠાવશે. આ પ્રયાસનો ઉદ્દેશ વાવાઝોડાનો ભોગ બનેલા ખુર્દા, પુરી અને કટક જીલ્લાઓની શાળાઓના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો છે. આ પુનઃસ્થાપનના આયોજનમાં શાળા સંકુલોનું સમારકામ, નવિનીકરણ અને સ્વચ્છતાની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.

20 શાળાઓ નક્કી કરવા માટે રાજ્ય સરકાર અને બેંકના સ્થાનિક એનજીઓ પાર્ટનર્સ સાથે ચર્ચા કરવામાં આવશે. જેથી કરીને સ્થળ ઉપર કામગીરી હાથ ધરવામાં મદદરૂપ થઈ શકાય. આ ઉપરાંત એક માનવતાવાદી પગલાના ભાગરૂપે બેંકે ઓડીશાના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ.10 કરોડનું દાન પણ કર્યું છે.

આ મામલે એચડીએફસી બેંકના ગ્રુપ હેડ-સીએસઆર આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયે ઓડીશાના લોકોની પડખે ઉભા છીએ. અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ઝડપથી પરિસ્થિતિ સામાન્ય બને એ માટે અમે પ્રાર્થના કરવાનું કરીશું.

ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંકનો પરિવર્તન પ્રોગ્રામ તમામ પ્રકારના સામાજીક પ્રયાસો હાથ ધરવા માટેની મધ્યસ્થ સંસ્થા છે. બેંક તેની મારફતે સમાજમાં સમગ્રપણે લાંબા ગાળાના અને ટકાઉ પરિવર્તનમાં યોગદાન આપે છે. આ ઉપરાંત એચડીએફસી બેંક દિવસ-રાત કામ કરી બેંકીંગ સર્વિસીસને સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન