Cyclone Loban to hit Gujarat
  • Home
  • Featured
  • લોબાન વાવાઝોડાનો વધતો ખતરો, બપોર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, શું વરસાદ પડશે?

લોબાન વાવાઝોડાનો વધતો ખતરો, બપોર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, શું વરસાદ પડશે?

 | 11:09 am IST

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા લોબાન વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. લોબાન વાવાઝોડાના ખતરાના લીધે નેશનલ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપ્યું છે. 80 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જેવાં કે પોરબંદર, વેરાવળ, દ્વારકાના દરિયાકિનારાની આસપાસ આ વાવાઝોડાની આજે બપોર સુધીમાં અસર જોવા મળે તેવી સંભાવના છે. સાથો સાથ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની શકયતા છે. ગુજરાત સહિત દેશના તમામ દરિયાકાંઠાના રાજ્યોને એલર્ટ અપાયું છે. પરંતુ હાલ કોઇ વરસાદની આગાહી કરવામાં આવી નથી.

ગુજરાતના દરિયાકાંઠે 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, કરંટમાં વધારો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના માછીમારોને બે નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે અને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. વેરાવળ, પોરબંદર, દ્વારકાના દરિયાકાંઠે અસર જોવા મળી શકે છે.

ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવાની સાથો સાથ સાગરખેડૂ ભાઇઓને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમી ગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આગામી 12 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી.

સમુદ્રમાં ઉભી થયેલી વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર સાબદુ થઈ ગયુ છે.