Cyclone Titli Likely To Intensify By Noon
  • Home
  • Featured
  • આ 2 રાજ્યોમાં ત્રાટકશે તિતલી વાવાઝોડું, ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

આ 2 રાજ્યોમાં ત્રાટકશે તિતલી વાવાઝોડું, ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

 | 8:46 am IST

બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવુ દબાણ તિતલી તોફાનમા ફેરવાયું છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું આ તોફાન બુધવાર સાંજ સુધીમાં આંધ્ર અને ઓરિસ્સાના દરિયા કિનારે ત્રાટકશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે ઓરિસ્સા માટે 2 દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ઇમર્જન્સી રિસપોન્સ સેન્ટરે ઓરિસ્સા સરકાર માટે જારી કરેલી એડવાઇઝરીમાં એવું જણાવ્યું કે આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના દરિયા કિનારે તિતલી નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જારી કરીને આ બંને રાજ્યોને સચેત રહેવાની ચેતવણી આપી છે. જે ગતિએ તિતલી વાવાઝોડું જઈ રહ્યું છે તેને જોતાં બુધવાર સાંજ સુધીમાં તે આંધ્ર-ઓરિસ્સા દરિયા કિનારે પહોંચી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જારી બુલેટિનમાં કહેવાયું કે હવાનું દબાણ છેલ્લા 6 કલાકમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ભુવનેશ્વર હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં આ દબાણ ચક્રવાતી તોફાનમાં બદલી જશે અને ઓરિસ્સાના માર્ગે આગળ વધીને છેક આંધ્રના દરિયા કિનારાને ધમરોળશે. હવામાન વિભાગે આ વાવાઝોડાનું નામ તિતલી રાખ્યું છે. હવામામ વિભાગે ગંજમ, ગજપતુપુરી અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. રવિવારે જારી થયેલા એલર્ટમાં કહેવાયું હતું કે તિતલને કારણે.

આંધ્ર-ઓરિસ્સામાં 10-11 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જારી કરેલી એડવાઇઝરમાં જણાવ્યું કે તિતલીને કારણે 10-11 ઓક્ટોબરે આંધ્ર-ઓરિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાત લોબાનનો ખતરો

હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણમાંથી સર્જાયેલા ભીષણ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસમાં લોબાન નામનું વાવાઝોડું દક્ષિણ ઓમાન અને યમન કોસ્ટ તરફ ફંટાવાની શક્યતા છે અને તેને કારણે તામિલનાડુ, પોંડિચેરી અને લક્ષ્યદ્વીપ જેવા રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડે તેના તમામ મથકોને એલર્ટ પર રાખ્યાં છે. કોસ્ટ ગાર્ડે તેના ડોર્નિયર વિમાન અને જહાજને કેરળ, લક્ષ્યદ્વીપ,તથા દક્ષિણ તામિલનાડુમાં તૈયાર કરીને રાખ્યાં છે.