CYCLONE VAYU COMING TOWARDS GUJARAT CHECK LIVE UPDATE
  • Home
  • Featured
  • 110 KMની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે ‘વાયુ’ વાવાઝોડું, જુઓ LIVE TRACKER

110 KMની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે ‘વાયુ’ વાવાઝોડું, જુઓ LIVE TRACKER

 | 3:07 pm IST

દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું ગણતરીના કલાકોમાં રાજ્યના દરિયા કિનારે ટકરાશે. આ પહેલા એવી શક્યતા વ્યકત કરવામાં આવી હતી કે 12-13 જુન સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ટકરાશે.

‘વાયુ’ વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયા કાંઠાથી 650 કિલોમીટર દૂર છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 13જુનના સવારે તે રાજ્યના દરિયા કાંઠે આવી પહોંચશે. હાલ વાવાઝોડાના પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ મોડમાં છે અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે તો 32 ગામોને સતર્ક રહેવા સુચના જારી કરવામાં આવી છે.

આ ચક્રવાત કેવી રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેને લાઇવ ટ્રેકરમાં તમે લાઇવ જોઇ શકો છો.

જણાવી દઇએ કે અરબ સાગરમાંથી સર્જાયેલા વાવાઝોડું ‘વાયુ’ 75 કિલોમીટરથી લઇને 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે 12 થી 13 જુન વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોને ધમરોળશે.

વાવાઝોડાના કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત દરિયાઇ વિસ્તારો જેવા કે વેરાવળ, ભુજ અને સુરતમાં હળવો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે. IMDનું માનીએ તો 90-100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો અરબ સાગર સાથે સંકળાયેલા ઉત્તરપૂર્વના વિસ્તારોમાં વાવાઝોડાની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળશે.

12 જુને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોમાં 50-60 કિલોમીટરથી લઇને 70 કિલોમીટર સુધી પવન ફૂંકાશે અને 13 જૂનના રોજ તેની ઝડપ અરબ સાગર સાથે સંકળાયેલા ઉત્તરના વિસ્તારોમાં 110-120 કિલોમીટરથી લઇને 135 કિલોમીટર થઇ જશે.

નોંધનીય છે કે આ પહેલા પણ ફાની નામના વાવાઝોડાએ ઓરિસ્તામાં ભારે નુકશાન પહોંચાડ્યું હતુ. ફાની દરમ્યાન 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અને એ સમયે જે વીડિયો સામે આવ્યા હતા તેને જોઇને બધા સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે એ સમયે વહિવટી તંત્રની અસરકારક કામગીરીના કારણે નુકશાન ઓછું થયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન