ઓખીની રાજ્યમાં અસર, સુરતમાં બે દિવસ શાળા-કોલેજ બંધ, કિનારે રહેનારાઓનું સ્થળાંતર કરાયું - Sandesh
 • Home
 • Gujarat
 • ઓખીની રાજ્યમાં અસર, સુરતમાં બે દિવસ શાળા-કોલેજ બંધ, કિનારે રહેનારાઓનું સ્થળાંતર કરાયું

ઓખીની રાજ્યમાં અસર, સુરતમાં બે દિવસ શાળા-કોલેજ બંધ, કિનારે રહેનારાઓનું સ્થળાંતર કરાયું

 | 11:27 am IST

ઓખી સિવિયરમાંથી સાયકલોનીક સ્ટ્રોમમાં ફેરવાયું છે તેવી માહિતી મળી છે. ઓખી આગળ વધતાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે તેવુ હવામાન ખાતાનું કહેવું છે. જેમાં ભારે વરસાદ લાવી શકવાની ક્ષમતા છે. હાલ ઓખી સુરતથી 390 કીમી અને મુંબઈથી 230 કીમી દુર છે. જેમાં પવનની ગતિ 80 થી 90 કિમી બાદમાં 65થી 75 રહેશે. આવામાં હળવેથી ભારે વરસાદ થવાની શકયતા. ઓખીની અસર દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી થશે. તકેદારીના ભાગ રૂપે તમામ પોર્ટ પર 2 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયું છે. 24 કલાક બાદ તમામ પોર્ટ પર ચેતવણીના આદેશ જારી દેવાયા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના બીજેપીના કાર્યકર્તાઓને આ પરિસ્થિતિમાઁ ફસાયેલા લોકોની મદદ કરવા અપીલ કરી છે.

 • ઓખીને પગલે રાજ્યભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ઓખીના કહેરને પગલે આ નિર્ણય લેવાયો છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં દવાનો જથ્થો રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. વાહન, દવા અને મેડિકલ પેરા મેડિકલની ટીમો તૈયાર રાખવાના આદેશ આપ્યા છે.
 • સુરત જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે કે, સુરત ઝોનની આવતીકાલની પ્રેક્ટિકલની પરીક્ષા રદ કરવામા આવી છે. વાવાઝોડાની શક્યતાને પગલે પરીક્ષા રદ કરાઈ છે.
 • ચક્રવાત ઓખીના કારણે મુંબઈના દરિયામાં ભરતી જોવા મળી છે. દરિયા કિનારે 4.38 મીટર ઊંચા મોજા ઉછળ્યા છે.
 • ઓખી વાવાઝોડાના પગલે સુરતના સ્થાનિક તંત્રમાં દોડધામ વધી ગઈ છે. સુરતમા શાળા-કોલેજમાં બે દિવસ રજા જાહેર કરાઈ
 • સુરતમાં ઓખી વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ વધી છે. તકેદારીના ભાગ રૂપે 1,672 લોકોનું સ્થળાંતર કરાશે. ગામમાં જ પ્રાથમિક શાળા અને કટુંબીજનોના ઘરે લોકોને ખસેડાશે. આડમોર, કરંજ ગ્રુપ, ઝીણોદ ગામમાં સ્થળાંતરનુ કામ શરૂ કરાયું. મન્દ્રોય, મીરજાપોર, મીંઢી, દાંડી, કપાસી ગામના લોકોને પણ ખસેડાશે. પારડી ઝાખરી, કુદિયાણા અને કાછબ ગામના લોકોને ખસેડાશે.
 • નવસારી જિલ્લાના દરિયાકિનારે દાંડી ખાતે ઓખી વાવાઝોડાના પગલે વહીવટી તંત્રએ પ્રવેશબંધી ફરમાવી છે. દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે. કિનારો બે દિવસ માટે સહેલાણીઓ માટે બંધ રહેશે. આજે 2 વાગ્યા થી કાલે 2 વાગ્યા સુધી નવસારી જિલ્લાના દાંડી અને ઉભરાટના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરાયા.
 • આવતીકાલે ભરૂચની તમામ શાળા અને કોલેજો બંધ રહેશે. ઓખીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

9 જિલ્લામાં વરસાદ

ઓખીનાં પગલે રાજ્યનાં 9 જિલ્લાનાં 30 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 1 ઈંચ જેટલો નોંધાયો છે. અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, ભરૂચ અને અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ અને સુરત બધે જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતમાં ઓખીને કારણે કેવી કેવી અસર થઈ છે, અને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેના અપડેટ્સ જાણી લો.

 • દહેજનાં વમલેશ્વરમાંથી નીકળેલી 2 બોટ ગુમ છે. આ બોટ ભાડભૂત કિનારે પ્રવાસીઓને ઉતાર્યા બાદ પરત ફરી રહી હતી. દિગ્વિજયસિંહ સહિતનાં પરિક્રમાવાસીઓને મૂકી પરત આવી રહી હતી પરિક્રમા માટે ફાળવાયેલી 14 પૈકી 12 બોટ પરત ફરી છે. પરંતુ 2 બોટો લાપતા બનતા વહીવટી તંત્ર કામે લાગ્યું. કોસ્ટગાર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર લાગ્યુ કામે લાગ્યુ છે.
 • ભાવનગરમાં એન.ડી.આર.એફીની ટીમ તૈનાત કરી દેવાઈ છે.
 • જૂનાગઢ: માંગરોળની એક બોટ જખૌ નજીકના દરિયામાં ડૂબી છે તેવા સમાચાર જાણવા મળ્યા છે. આ બોટમાં છ ખલાસીઓ સવાર હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે.
 • ભરૂચની બે બોટ ગઈ કાલથી દરિયામાં ગુમ થઈ છે. જે સુરત અદાણી પોર્ટથી 500 મીટર દૂર હોવાની જાણ થઈ છે. કોસ્ટ ગાર્ડના જવાનોને રેસ્ક્યુ કરવા માટે રવાના કરી દેવાયા છે.
 •  વેરાવળમાં દરિયાનાં મોજાની થાપટમાં આવી જતા બોટ ડૂબી છે. પરંતુ બોટમાં રહેલા 8 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. આ બોટ ફિશીંગ કરીને પરત આવી રહી હતી ત્યારે ઘટના બની હતી.
 •  વીજ કટોકટીને પહોંચી વળવા DGVCL તંત્રને સાબદું કરાયુ છે. ઈમરજન્સી કેસ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા 7 ઝોનમાં 2-2 ટીમ બનાવાઈ છે. ફાયર, ગાર્ડન વિભાગની ટીમને પણ એલર્ટ કરી દેવાઈ છે. 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

  • ઓલપાડ તાલુકાનાં 1672 લોકોને વાવાઝોડાને પગલે સુરક્ષીત સ્થળે લઈ જવાની કામગીરી શરૂ કરાઈ
  • છેલ્લા 24 કલાકમાં મહુવામાં 133 mm વરસાદ, દીવમાં 8 mm, વસલાડમાં 7 mm, સુરત અને અમદાવાદમાં 1 mm, વેરાવળમાં 0.6 mm વરસાદ નોંધાયો છે. જ્યારે કે, સુરેન્દ્રનગર, ઈડર, કંડલામા હળવો વરસાદ નોંધાયો છે.
  • ભાવનગર બંદર પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું. ઘોઘા દહેજ રોરો ફેરી 6 ડિસેમ્બર સુધી બંધ કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
  • ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવી છે. ખરાબ વાતાવરણને કારણે બોટ સર્વિસ બંધ કરાઈ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ ઓખા દ્વારા આ નિર્ણય લેવાયો છે.
  •  ઓખીની અસરને લઈ સુરતમાં તંત્ર એલર્ટ પર છે. હજીરા દરિયાકાંઠે, ઓલપાડના ભગવા કાંઠે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. NDRFની ટીમ સતત મોનિટરીંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. દરિયા કાંઠા વિસ્તારનાં ડુમ્મસ, સુલતાનાબાદમાં અસર જોવા મળી રહી છે. ચોર્યાસી, ઓલપાડનાં 63 ગામોને એલર્ટ કરી દેવાયા છે. જ્યાં NDRFની 4 અને SDRFની 2 ટીમોને તૈનાત કરાઈ છે.

  •  અમરેલીમાં ઓખી ચક્રવાતની અસરથી સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદમાં ઝરમર વરસાદ. ઓખી વવાઝોડાને પગલે એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી.
  •  ભરુચ વહીવટી તંત્ર એલર્ટ દહેજ પોર્ટ ઉપર 3નંબરનું સિગ્નલ મુકાયું
  •  જાફરાબાદ બંદર પર લાગ્યું 3 નંબરનુ ભયાનક સિગનલ મૂકાયું. 40 થી 50 ની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે.
  •  ગઇકાલે અને આજે સવારે રાજકોટમાં ઠંડીનો ચમકારા સાથે વરસાદના છાંટા પણ પડયા હતા
  •  વહેલી સવારે માઉન્ટ આબુ જેવી ફુલ ગુલાબી ઠંડીના ચમકારા સાથે વરસાદના છાંટા પડ્યા

 •  ઓખી વાવાઝોડાની હવામાન વિભાગની ચેતવણીના પગલે દેવભૂમિ દ્વારકા જીલા કલેક્ટર દ્વારા જીલા તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લો ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયોલો હોય સમુદ્રમાં ઉતપન્ન થયેલ હવાના દબાણના પગલે જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી આગમચેતીના પગલાં લેવામાં આવ્યા. તંત્ર દ્વારા ઓખા પોર્ટ પરથી અંદાજે 5500 માછીમારી કરવા ગયેલી બોટોને પરત ફરવા સૂચના આપી હતી. જેના પગલે 3500 જેટલી બોટ પરત ફરી હતી તો બાકીની બોટ ને પણ પરત ફરે તે માટે સતત સંપર્ક સધાઈ રહો છે. બીજી તરફ વરસાદની પણ આગાહી હોઈ એપીએમસીમાં પડેલ મગફળી, અનાજ વગેરેને પણ સલામત રાખવા તાકીદ કરાઈ હતી. વીજ તંત્ર તેમજ ફોરેસ્ટ ખાતાને પણ ખડે પગે રહેવા સૂચના આપી છે.
 •  નવસારી જિલ્લાના 9 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે. સાથે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને તાત્કાલિક ધોરણે જિલ્લા વહીવટી તંત્રએ તૈનાત કરી દીધી છે
 •  સુરત વહીવટી તંત્રએ એલર્ટના ભાગરૂપે ONGC સહિત 5 કંપનીઓને પ્રોડક્શન બંધ કરવા આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટરે 24 કલાક પ્રોડક્શન બંધ કરવા આદેશ આપ્યો. ઓઈલ, ગેસ અને કેમિકલની 11 કંપનીઓને કાળજી રાખવા સૂચના આપી દેવાઈ છે.
 •  ઓખી વાવાઝોડાના કારણે પાકને ભારે નુકશાનનો ભય છે. જેમાં ખાસ કરીને કપાસ, એરંડા અને જીરુને નુકશાન થઈ શકે છે. હજી ક્યાં નુકશાન થયું છે તેના આંકડા નથી આવ્યા.
 • ઓખી વાવાઝોડાનાં પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક અને મગફળીની હરાજી બંધ રખાઈ