#CycloneVayu : A Tree Uprooted In Mumbai, CM Claim 3 lakh People Evacuation
  • Home
  • Featured
  • ‘વાયુ’ વાવાઝોડાની ભયાનકતા: મુંબઇમાં દીધી દસ્તક, રાજ્યમાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર

‘વાયુ’ વાવાઝોડાની ભયાનકતા: મુંબઇમાં દીધી દસ્તક, રાજ્યમાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર

 | 11:41 am IST

અરબ સાગરમાંથી ઉભા થયેલા વાવાઝોડા ‘વાયુ’ની અસર મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં તેની ઝલક જોવા મળવા લાગી છે. તેની સાથે જ ઝાડ પડવાની ઘટનાઓ પણ દેખાઇ રહી છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોમાં માછીમારોને એલર્ટ રજૂ કર્યું છે. હવામાન વિભાગના મતે વાયુ વાવાઝોડું 13મી જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર અને કચ્છ સહિતના ક્ષેત્રમાં પહોંચવાની સંભાવના છે. અહીં અંદાજે 3 લાખ લોકો એ રેસ્ક્યુ માટે એનડીઆરએફ અને સેના એ તૈયારીઓ તેજ કરી દીધી છે. આની પહેલાં ગયા મહિને આવેલ ફોની તોફાનથી ઓરિસ્સામાં ખૂબ તબાહી મચી હતી.

140-150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ 140-150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઇ શકે છે. તેનો લેન્ડફોલ (દરિયાકાંઠે ટકરાવાની જગ્યા) સૌરાષ્ટ્ર તટની નજીક હોવાની અનુમાન છે. હજુ વાવાઝોડું પોતાની હાલની સ્થિતિથી ઉત્તરની તરફ (કોંકણના દરિયાકિનારાથી) સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર કાચા મકાનો અને જર્જરિત બિલ્ડિંગ, અને વીજળી સપ્લાયને અસર થઇ શકે છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

કચ્છમાં મરીન કમાન્ડો તૈનાત, વાવાઝોડાની ભયાનકતા જોઇ વધુ 12 NDRFની ટીમ તૈનાત 

વાયુના ખતરાને જોતા કચ્છના નલિયામાં નલિયામાં 60 મરીન કમાન્ડો સ્ટેન્ડ બાય કરાયા છે. 3 બોટ, 35 વાયરલેસ સેટ, લાઈફરિંગ સાથે મરીન કમાન્ડો સજ્જ થઇ ગયા છે. સાથો સાથ કચ્છમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે સંપૂર્ણપણે સજ્જ છે. ફાસ્ટ બોટો તેમજ રેસ્ક્યુ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

સાયક્લોન ‘વાયુ’ની ભયાનકતા એટલે હદે દેખાઇ રહી છે કે પવનની ગતિને ધ્યાને રાખીને તંત્ર હરકતમાં આવી ગયું. સરકારે વધુ NDRFની 12 ટીમ બોલાવી. બિહાર-પટનાથી 6, ચેન્નાઈથી 6 ટીમ બોલાવી. સતત વધી રહેલી પવનની ગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કુલ 48 NDRFની ટીમ તૈનાત રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર શરૂ
સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે. અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. સાથે જ એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ સ્થળાંતર કરાઈ રહ્યું છે. એસટી પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવાયા 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે.

મુંબઇમાં ભારે પવન
મુંબઇના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર જનરલ કેએસ હોસલિકરનું કહેવું છે કે ઝડપી પવન સાથે વાવાઝોડું અત્યારે મુંબઇથી 280 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર સુધી પહોંચી ચૂકયું છે. મહારાષ્ટ્રના ઉત્તરી તટ પર હોવાથી 50-60 થી લઇ 70 કિલોમીટરને ઝડપે પવન આખો દિવસ ફૂંકાશે. 12 અને 13 જૂનના રોજ મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં દરિયા કિનારે સ્થિતિ બગાડી શકે છે. દરિયાની વચ્ચે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. માછીમારોને ચેતવણી આપી દેવાઇ છે. ભારે પવન ફૂંકાતા ઝાડ પડવાની ઘટનાઓ વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં તેની અસર પડી શકે છે. ગુજરાતમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાની 10 ટુકડીઓ સિવાય એનડીઆરએફની ટીમોને તૈનાત કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન