#CycloneVayu : Porbandar Chopati Danger Zone
  • Home
  • Featured
  • પોરબંદરમાં તંત્ર ઊંઘતું ઝડપાયું, દરિયાકિનારે લોકોએ લીધી સેલ્ફી, ચોપાટી પર ભીડ

પોરબંદરમાં તંત્ર ઊંઘતું ઝડપાયું, દરિયાકિનારે લોકોએ લીધી સેલ્ફી, ચોપાટી પર ભીડ

 | 1:10 pm IST

વાયુ વાવાઝોડું ભયાનક બનતા દરિયાકાંઠાના વિસ્તારો ધરાવતાં જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકી દેવાયા છે. આ યાદીમાં પોરબંદર જિલ્લાને પણ ખાસ હાઈએલર્ટ કરાયુ છે. આ દરમિયાન બુધવાર સવારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે પોરબંદર વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

પોરબંદર ચોપાટી પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. વહીવટી તંત્રે 5 દિવસ માટે ચોપાટી પર જવાનો પ્રતિબંધ મૂક્યો હોવા છતાંય લોકોની ભારે ભીડ જામી હતી. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રમાં હરકતમાં આવ્યું હતું અને ચોપાટીથી લોકોને બહાર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી પર સેલ્ફી લેતા લોકો જોવા મળ્યા.

પોરબંદરમાં વહીવટી તંત્રે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. નજીકની શાળા સહિતની તંત્ર દ્વારા ઊભી કરાયેલ સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, પોરબંદરમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોરબંદરની હોટલોમાં રોકાયેલા તમામ ટુરિસ્ટને બુધવાર સવારે હોટલ છોડવા માટે અપીલ કરવામાં આવી છે. હોટલ માલિકોને પણ નવા આવનારા ટુરિસ્ટોને રૂમ નહીં ફાળવવા કરી અપીલ કરવામાં આવી છે.

આ Video પણ જુઓ : અગ્રસચિવ સુનયના તોમર સાથે ‘સંદેશ ન્યૂઝ’ની વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન