Cyclonic circulation causes heavy rainfall in the state atmosphere with rainfall
  • Home
  • Ahmedabad
  • કોરોનાના કહેર વચ્ચે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો, ભરઉનાળે ચોમાસા જેવો આભાસ

કોરોનાના કહેર વચ્ચે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો, ભરઉનાળે ચોમાસા જેવો આભાસ

 | 11:03 pm IST

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી 48 કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે તેમજ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

શહેરના નવા વાડજ, બોપલ, સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, હાટકેશ્વર, હાથીજણ, વસ્ત્રાપુર, રખિયાલ ખોખર તેમજ સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતના અન્ય નિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. નડિયાદમાં પણ રાત્રે માવઠું થયું છે. વરસાદને કારણે બોપલમાં વીજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી છે. હાલમાં રાજ્યમાં ભર ઉનાળે ચોમાસાનો આભાષ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. આ વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં ભારે વાહનો પરનો પ્રતિબંધ હટાવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન