D-Mart’s Radhakishan Damani now 2nd richest Indian after RIL’s Mukesh Ambani
  • Home
  • Featured
  • રાધાકિશન દામાણી ભારતમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમના ધનિક

રાધાકિશન દામાણી ભારતમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમના ધનિક

 | 5:32 am IST

। નવી દિલ્હી ।

એવન્યૂ સુપર માર્ટ એટલે કે ડી-માર્ટનાં સ્થાપક રાધાકિશન દામાણી મુકેશ અંબાણી પછી ભારતનાં સૌથી મોટા બીજા ક્રમનાં ધનિક બન્યા છે. આ અઠવાડિયે જ તેઓ સૌથી મોટા છઠ્ઠા ક્રમનાં અમીર બન્યા પછી ૩ દિવસમાં જ ૪ પગથિયાની છલાંગ લગાવીને બીજા ક્રમ પર પહોંચ્યા છે. ફોર્બ્સની ધનિકોની યાદીમાં એચસીએલનાં સ્થાપક શિવ નાદર. બેન્કર ઉદય કોટક, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને લક્ષ્મી મિત્તલને પછાડીને બીજા ક્રમનાં ધનિક બન્યા છે. સામાન્ય રીતે રાધાકિશન દામાણી લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે અને સારા રોકાણકાર છે.

એવન્યૂ સુપર માર્કેટનાં શેરનો ભાવ મહત્તમ રૂ. ૨,૫૫૯ થયો હતો

દામાણી સંપત્તિની બાબતમાં હવે ફક્ત મુકેશ અંબાણીથી જ પાછળ છે. મુકેશ અંબાણી ભારતનાં જ નહીં પણ એશિયાનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. શુક્રવારે દામાણીની સંપત્તિ ૯૬ મિલિયન ડોલર પર પહોંચી હતી. મુકેશ અંબાણીની સંપત્તિ ૫૭.૯ અબજ ડોલર છે. ગુરુવારે એવન્યૂ સુપર માર્ટનાં શેરનું મૂલ્ય ૦.૫૪ ટકા વધ્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

અન્ય કંપનીઓમાં પણ ભાગીદારી

રોકાણકારો દામાણી એવન્યૂ સુપર માર્ટ ઉપરાંત અન્ય કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવે છે. જેમાં ઇન્ડિયા સિમેન્ટ, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, સિમ્પલેક્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. દેશની સૌથી મોટી ગ્રોસરી રિટેલ કંપનીમાં એવન્યૂ સુપર માર્ટનાં ૧૯૬ સ્ટોર છે. દામાણીએ સંસ્થાકીય રોકાણકારોને કંપનીનાં ૨.૮૮ ટકા શેર વેચવાની ઓફર કરી છે. જેનાથી રૂ. ૩,૦૩૨ કરોડ ઊભા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન