વધુ એક જાણીતા સાધુ મહારાજ પર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવાનો આરોપ - Sandesh
  • Home
  • India
  • વધુ એક જાણીતા સાધુ મહારાજ પર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવાનો આરોપ

વધુ એક જાણીતા સાધુ મહારાજ પર મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવાનો આરોપ

 | 2:16 pm IST

ગુરમીત રામ રહીમ અને આસારામ બાદ વધુ એક સાધુ પર મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં શનિધામ મંદિરના સંસ્થાપક દાતી મહારાજ પર એક મહિલાએ બળાત્કારનો આપો લગાવ્યો છે. મહિલાએ દાતી મહારાજ વિરૂદ્ધ પોલીસમાં ફરિયદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીએ દાતી મહારાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે દાતી મહારાજ વિરૂદ્ધ આઈપીસીની કલમ 354, 376 અને 377 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. દાતી મહારાજ આશ્રમમાંથી ફરાર છે. દિલ્હી સ્થિત દાતી મહારાજના આશ્રમમાં પણ સન્નાટો છે. દિલ્હી આશ્રમમાં હાજર સેવાદાર અર્જુને જણાવ્યું હતું કે, મહારાજ ક્યાં છે તે બાબતે મને કોઈ જ જાણકારી નથી.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા દાતી મહારાજે તેની સાથે મંદિરની અંદર જ બળાત્કારને અંજામ આપ્યો હતો.

પીડિતાએ એમ પણ કહ્યું છે કે, બળાત્કાર ગુજાર્યા બાદ દાતી મહારાજે તેને આ વાત કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, તેમણે પોતાની દિકરીને દાતી મહારાજના સંરક્ષણમાં તેમના આશ્રમમાં મુકી હતી. તે દરમિયાન દાતી મહારાજે આ કૃત્ય કર્યું હતું.

દુષ્કર્મનો આ કેસ વર્ષ 2016નો છે. દાતી મહારાજનું અસલી નામ મદન હોવાનું કહેવાય છે. તેમના રાજસ્થાનના પાલી અને દિલ્હીના છતરપુરમાં આશ્રમ છે. દિલ્હીમાં તો તેઓ માત્ર શનિવારે જ આવે છે, જ્યારે અહીં શનિ ભગવાનની પૂજા હોય છે.