- Home
- Entertainment
- Bollywood
- મિત્રની મોટી દીકરી સાથે રોમાન્સ કરવો હતો સલમાનને, ના પાડી તો નાની સાથે મેળ પાડી લીધો!

મિત્રની મોટી દીકરી સાથે રોમાન્સ કરવો હતો સલમાનને, ના પાડી તો નાની સાથે મેળ પાડી લીધો!

સલમાન ખાન હવે પોતાની એક બીજી હિટ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યો છે. સલમાન ખાનની દબંગ-3ને લઈને એક મોટો ખુલાસો થયો છે કે જેનાં લીધે સલમાન ખાન ચર્ચામાં છે. હાલના દિવસોમાં સલમાન ખાન પોતાની દબંગ-3ને લઈને વ્યસ્ત છે.
સલમાન ખાન આ ફિલ્મમાં એક અભિનેત્રીની સાથે નહી પરંતુ સલમાન બે-બે અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. એટલે કે ભાઈજાનની પ્રેમિકા ફક્ત સોનાક્ષી સિન્હા જ નહીં તેની સાથે એક બીજી પણ પ્રેમિકા હશે. સૂત્રો મુજબ આ ફિલ્મમાં સલમાન ખાન પોતાના મિત્ર મહેશ માંજરેકરની નાની પુત્રી સાઈ સાથે રોમાન્સ કરતો જોવા મળવાનો છે.
પરંતુ આ પહેલા સલમાનની ઈચ્છા એવી હતી કે દબંગ-3માં મહેશ માંજરેકરની મોટી દિકરી અશ્વામિ રોલ અદા કરે અને મારી પ્રેમિકા બને પણ હવે તાજા રિપોર્ટ પ્રમાણે નાની દિકરી સાઈ આ રોલ કરશે. ફિલ્મમાં સલમાન ખાનની પ્રેમિકાના રોલમાં સાઈ હશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં સલમાન ખાનની પત્નીનાં રોલમાં તો સોનાક્ષી સિન્હા જ હશે, પરંતુ સલમાન પોતાના યંગ અવતારમાં સાઈ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. 20 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન