દબંગ થ્રીમાં સલમાન નોઇડાના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દબંગ થ્રીમાં સલમાન નોઇડાના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે

દબંગ થ્રીમાં સલમાન નોઇડાના પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે

 | 4:19 am IST

રેસ થ્રી બાદ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ દબંગ થ્રીની શૂટિંગમાં વ્યસ્ત બની જવાનો છે. આ ફિલ્મમાં સલમાન ખાન નોઇડામાં કાર્યરત પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાનો છે. દબંગમાં સલમાન આ પહેલાં કાનપુર શહેરના ચુલબુલ પાંડેની ભૂમિકાને ન્યાય આપતો જોવા મળ્યો હતો. દબંગ થ્રીમાં તે એક રિયલ પોલીસ અધિકારીના જીવનને સિલ્વર સ્ક્રીન પર દર્શાવવા માગે છે. નોઇડાના એક પોલીસ અધિકારીએ અનેક મોટા રાજકારણીઓને સીધા દોર કર્યા હતા. દબંગના રાઇટરે સલમાન ખાનને આ પોલીસ અધિકારી વિશે વાત કરી હતી અને ભાઇજાનને આ કિરદાર પસંદ પડ્યું હતું તેથી દબંગ થ્રીમાં પોલીસ અધિકારીના જીવનને સિલ્વર સ્ક્રીન પર દર્શાવશે.