રાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા 'ડાન્સિંગ અંકલ', લીધો આ નિર્ણય - Sandesh
  • Home
  • Featured
  • રાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા ‘ડાન્સિંગ અંકલ’, લીધો આ નિર્ણય

રાતોરાત મળેલી લોકપ્રિયતાથી પરેશાન થઇ ગયા ‘ડાન્સિંગ અંકલ’, લીધો આ નિર્ણય

 | 4:49 pm IST

રાતોરાત ઇન્ટરનેટ પર સેન્સેશનલ બની ચુકેલા ડબ્બુ અંકલ એટલે કે સંજીવ શ્રીવાસ્તવ દેશ-વિદેશમાં તેમના ડાંસ વીડિયોના કારણે છવાઇ ગયા છે. ડબ્બુ અંકલની લોકપ્રિયતા સીમાડાઓ ઓળંગી રહી છે અને તેઓને ઘણા ટીવી શોની ઓફરો મળી રહી છે. જો કે આ લોકપ્રિયતા જ હવે તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઇ છે.

અહેવાલો અનુસાર 1 અઠવાડિયામાં ડબ્બુ અંકલ એટલે કે સંજીવ શ્રીવાસ્તવને 1 હજાર કરતાં વધારે કોલ મળી ચુક્યા છે. ફોન ઉઠાવી ઉઠાવીને તેઓ એ હદે પરેશાન થઇ ગયા છે કે તેમણે હવે ફોન તેમના ભાઇને આપી દીધો છે. જે હવે તેમના કોલને રીસીવ કરે છે. એટલું જ નહીં ફેન સાથે સંપર્કમાં રહેવા માટે તેઓએ હવે ટ્વીટર એકાઉન્ટ બનાવી કાઢ્યું છે જેના પર પણ ફેન્સના સવાલોના જવાબ અને ફરમાઇશને સાંભળવામાં તેઓ બીઝી થઇ જાય છે. આ કારણોસર તેઓ બોલીવુડ તરફથી મળી રહેલી ઓફરો પ્રત્યે પણ પુરતું ધ્યાન નથી આપી શકતા.

હજુ પણ સંજીવ શ્રીવાસ્તવ મીડિયાને ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. અને તેમનો ફોન દિવસભર રણકતો રહે છે. એટલું જ નહીં તેમના ઘરની બહાર પણ લોકો તેમને મળવા માટે કલાકોના કલાકો રાહ જોઇને ઉભા હોય છે. શ્રીવાસ્તવ તેમના જીવનમાં અચાનક આવેલા આ બદલાવનો આનંદ લઇ રહ્યા છે. જો કે તેઓનું કહેવું છે કે તેઓ જલ્દીથી સમય કાઢીને બોલીવુડમાંથી મળી રહેલી ઓફરોનો અભ્યાસ કરશે અને સારી ઓફરોને સ્વીકારશે.

શ્રીવાસ્તવના ભાઇએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું સંજીવને દિવસની શરૂઆતમાં જ એપોઇન્ટમેન્ટ અંગે જાણકારી આપુ છું. ઘણી વખત સવાર સવારમાં અમારે શહેરથી બહાર જવું પડે છે કે કોઇ ઇન્ટરવ્યુ માટે તૈયાર રહેવું પડે છે. સંજીવ કોઇને નારાજ કરવા માંગતા હોતા નથી. ડબ્બુ અંકલ મુંબઇ પણ જઇ આવ્યા છે અને ટીવી શો જ નહીં કેટલાક સ્ટાર્સ પણ તેમને પ્રોજેક્ટ્સ માટે એપ્રોચ કરી રહ્યા છે.

નોંધનીય છે કે 12 મે ના રોજ ગ્વાલિયરમાં સાળા કુશાગ્ર શ્રીવાસ્તવના લગ્નમાં સંજીવ શ્રીવાસ્તવે ડાન્સ કર્યો હતો જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી અને લોકોએ સંજીવના આ ડાન્સને ખુબ પસંદ કર્યો હતો.