આખરે ગોવિંદાને મળ્યા ‘ડાન્સિંગ અંકલ’, ગોવિંદાને જોતાં જ થઈ આવી હાલત - Sandesh
  • Home
  • Entertainment
  • આખરે ગોવિંદાને મળ્યા ‘ડાન્સિંગ અંકલ’, ગોવિંદાને જોતાં જ થઈ આવી હાલત

આખરે ગોવિંદાને મળ્યા ‘ડાન્સિંગ અંકલ’, ગોવિંદાને જોતાં જ થઈ આવી હાલત

 | 1:30 pm IST

સોશિયલ મીડિયા પર છવાઈ જનારા ડબ્બૂ અંકલ એટલે કે પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને આખરે ગોવિંદા સાથે ડાન્સ કરવાની તક મળી જ ગઈ. સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સથી લોકોને દિવાના બનાવનારા ડબ્બૂ અંકલ ગોવિંદાના બહુ મોટા ફેન છે. વીડિયો વાયરલ થયા બાદ તેમના ડાન્સની તુલના ગોવિંદા સાથે કરવામાં આવે છે.

ડબ્બૂ અંકલના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક ઈન્શ્યોરંસ કંપનીએ એડ માટે તેમને સાઈન કર્યા છે. તે પછી ડબ્બૂ અંકલ સલમાનના શો ‘દસ કા દમ’માં પણ જોવા મળ્યા હતા. 12 જૂને ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં તેમણે ડાંસ મૂવ્સ બતાવ્યા હતા. સાથે સલમાન સાથે ‘પાર્ટનર’ ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો હતો.

ડબ્બૂ અંકલ અને ગોવિંદાને સાથે લાવવા માટે ‘ડાન્સ દીવાને’ શોના મેકર્સે સ્પેશિયલ એપિસોડ બનાવ્યો હતો. જેમાં ગોવિંદા સ્પેશિયલ જજ બનીને આવ્યા હતા. ડબ્બૂ અંકલનો ડાન્સ જોયા પછી બોલિવુડની અન્ય સેલિબ્રિટીઝની સાથે સાથે ગોવિંદાની દીકરી ટીના આહુજા પણ તેમની ફેન બની ગઈ છે. ટીનાએ ડબ્બૂ અંકલનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કર્યો હતો.

માધુરી દીક્ષિતના ડાન્સિંગ શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર ગોવિંદા અને ડબ્બૂ અંકલની મુલાકાત થઈ. સેટ પર ગોવિંદાને જોતા જ તેઓ પગે લાગ્યા. ગોવિંદાએ ડબ્બૂ અંકલને ગળે લગાવી દીધા. જે બાદ બંનેએ ખૂબ ડાંસ કર્યો. ગોવિંદા સાથે તેમણે ફિલ્મ ખુદગર્ઝના ગીત ‘આપ કે આ જાને સે’ પર સિગ્નેચર સ્ટેપ્સ કર્યા. દરમિયાન માધુરીએ પણ તેમની સાથે તાલ મેળવ્યો.