ડભોઈમાં ખેતરના ફરતે લગાવેલા વીજવાયરથી બાળકનું થયું મોત

220

એક તરફ પાકના સારા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે ત્યારે બીજી બાજુ પ્રાણીઓ દ્વારા થતા પાકના નુકસાનથી પણ પરેશાન છે. પરંતુ ખેતરમાં રહેલા પાકને સાચવવા માટે ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ માટે લગાવેલા વીજતાર ખતરનાક બની રહે છે. આવી જ એક ઘટના ડભોઈમાં બની છે જેમાં વીજ કરંટથી એક બાળકનું મોત નીપજ્યું છે.

પતંગ ચગાવતા દરમિયાન થયું બાળકનું મોત
મળતી માહિતી પ્રમાણે ડભોઈ પણસોલી વિસ્તારમાં રહેતું બાળક પતંગ ચગાવવાની લ્હાયમાં ખેતર ફરતે રહેલા વીજને અડી ગયો હતો. વીજકરંટથી આ બાળકનું મોત નીપજ્યું હતું.

child-death-dabhoi

ખેડૂતે બાળકની લાશ બીજા ખેતરમાં ફેંકી
8 જાન્યુઆરી દરમિયાન બાળક ગુમ થયું હોવાની ઘટના બાદ આજે બાળકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકના મોત અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે ખેતરમાં લાગેલા વીજ વાયરથી બાળકનું મોત થયું હતું તે ખેતરના માલિકે બાળકની લાશને બીજા ખેતરમાં નાખી દીધી હતી.

પોલીસે ખેડૂતની કરી ધરપકડ
ખેડૂતો પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરના ફરતે વાયરો લગાવ્યા હતા જેમાંથી વીજળી પસાર થતી હતી. આ વીજવાયરોના કારણે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ખેડૂતે ગુનો છુપાવવા માટે બાળકની લાશને બીજા ખેતરમાં ફેંકી દીધી હોવાની વાતો ચર્ચાઇ રહી છે. આવી સ્થિતિમાં પોલીસે ખેડૂતની ધરપકડ હતી.