NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ડભોઈ તાલુકાના દંગીવાડા ગામમાં મગરને રેસ્ક્યુ કરી પકડ્યો

ડભોઈ તાલુકાના દંગીવાડા ગામમાં મગરને રેસ્ક્યુ કરી પકડ્યો

 | 5:09 pm IST

ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી મગરે દેખા દેતા ગામ લોકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે વન વીભાગ દ્વારા એક મગરને આજે પાંજરે પુરવામા આવ્યો હતો.

ઉનાળાની કાળ જાળ ગરમીમા ડભોઇ પંથક મા આવેલ ઢાઢર નદીના નીર સુકાઇ જવા પામ્યા છે. ત્યારે નદીના પાણીમાં વસવાટ કરી રહેલા મગરો ગામડાઓના તળાઓને પોતાના આશ્રય સ્થાન બનાવા લાગ્યા છે. જેને લઇ ડભોઇ તાલુકાના દંગીવાડા ગામના તળાવમા એકા એક મગરે દેખા દેતા ગામ લોકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો .ગામના તળાવ કીનારાના ઘાટનો વાસણ કપડા ધોવા માટે ઉપયોગ કરવાનુ પણ હાલતો મહીલાઓએ ટાડ્યુ છે. તળાવમા મગરોનો વસવાટ જોતા ગામ લોકોમા ભય નો મહોલ સર્જાયો હતો ત્યારે આ ગામના તળાવ ના ઓવારા સુમસાન થઇ જવા પામ્યા હતા.

ત્યારે મગરોને પાંજરે પુરવા દંગીવાડા ગામના રહીશો દ્વારા વન વીભાગને જાન કરવા આવી હતી ત્યારે છેલ્લા કેટલાક સમયથી વન વીભાગ એલર્ટ થઇ ગયુ હતુ. અને તળાવ ની ફરતે પાંજરા ગોઠવામા આવ્યા હતા જેને લઇ આજે એક મગરને પાંજરે પુરવામા સફળતા મળી હતી. આશરે ૨ વર્ષની ઉમરનો સાત ફુટ જેટલી લંબાઇ ધરાવતો મગર પાંજરે પુરાતા ગામલોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.