ડભોઈઃ દંગીવાડા ગામમાં બે દિવસમાં બે મગરને પાંજરે પુરાયા, લોકોમાં રાહત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ડભોઈઃ દંગીવાડા ગામમાં બે દિવસમાં બે મગરને પાંજરે પુરાયા, લોકોમાં રાહત

ડભોઈઃ દંગીવાડા ગામમાં બે દિવસમાં બે મગરને પાંજરે પુરાયા, લોકોમાં રાહત

 | 12:49 pm IST

ડભોઇ તાલુકાના દંગીવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી મગરે દેખા દેતા ગામ લોકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે વન વીભાગ દ્વારા બે દીવસમાં બે મગરને આજે પાંજરે પુરવામા આવ્યો હતો.

ઉનાળાની કાળ જાળ ગરમીમા ડભોઇ પંથકમાં આવેલ ઢાઢર નદીના નીર સુકાઇ જવા પામ્યા છે ત્યારે નદીના પાણીમા વસવાટ કરી રહેલા મગરો ગામડાઓના તળાઓને પોતાના આશ્રય સ્થાન બનાવા લાગ્યા છે. જેને લઇ ડભોઇ તાલુકાના દંગીવાડા ગામના તળાવમા એકા એક મગરે દેખા દેતા ગામ લોકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગામના તળાવ કીનારાના ઘાટનો વાસણ કપડા ધોવા માટે ઉપયોગ કરવાનું પણ હાલતો મહીલાઓએ ટાળ્યું છે. તળાવમાં મગરોનો વસવાટ જોતા ગામ લોકોમા ભયનો મહોલ સર્જાયો હતો ત્યારે આ ગામના તળાવના ઓવારા સુમસાન થઇ જવા પામ્યા હતા.

ત્યારે મગરોને પાંજરે પુરવા દંગીવાડા ગામના રહીશો દ્વારા વન વીભાગને જાન કરવા આવી હતી ત્યારે છેલ્લા કેટલાક સમયથી વન વીભાગ એલર્ટ થઇ ગયું હતું. અને તળાવ ની ફરતે પાંજરા ગોઠવામા આવ્યા હતા જેને લઇ બે દેવસ પહેલા ૯ ફુટ જેટલો લાંબો મગર પાજરે પુરાયો હતો અને આજે વધુ એક મગરને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. આશરે ૨ વર્ષની ઉમરનો સાત ફુટ જેટલી લંબાઇ ધરાવતો મગર પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

;