dad pushing child on 8th floor balcony swing terrifying video
  • Home
  • Featured
  • 80 ફૂટની ઊંચાઈએ બાલ્કનીમાં પિતાએ દીકરીને મોજથી ઝૂલાવી, વીડિયો જોઈ લોકોએ મનફાવે તેવી સંભળાવી

80 ફૂટની ઊંચાઈએ બાલ્કનીમાં પિતાએ દીકરીને મોજથી ઝૂલાવી, વીડિયો જોઈ લોકોએ મનફાવે તેવી સંભળાવી

 | 2:30 pm IST

એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એમાં એક વ્યક્તિ જમીનથી આશરે 80 ફુટ જેટલી ઉપર એક હિંચકા પર પોતાની દીકરીને ઝુલાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દિલના ધબકારા અટકાવી દે એવો આ વીડિયો પ્યુઅર્ટો રિકોએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પિતા પોતાની દીકરીને ખૂબ જ ખતરનાક રીતે ઝુલાવી રહ્યો છે.

પિતાએ ખુબ જ જોરથી ધક્કો દઈને ઝુલાવી રહ્યો છે. કે જેના કારણે છોકરી બને એટલે ઉંચી જાય. આ વીડિઓ ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે. લોકો એ માણસને બેજવાબદાર ગણાવી રહ્યા છે. અને એના આ વર્તનની ટીકા કરી રહ્યા છે. આ પોસ્ટને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો મૂળ રૂપે મેક્સીકન હેરાલ્ડ પત્રકાર જોનાથન પેડિલા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. શનિવારે વીડિયો શેર કરતાં તેણે લખ્યું કે, ‘પિતાએ દીકરીને બાલ્કની પર કોરોનાવાયરસ દરમિયાન ઝુલાવી હતી.’ દીકરીને ઝૂલાવતા પહેલા પિતાએ કોઈપણ પ્રકારના સલામતી ઉપકરણનો ઉપયોગ કર્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન