dadasaheb phalke winner leeladhar sawant facing financial problem
  • Home
  • Entertainment
  • Bollywood
  • કુદરતની થપાટ! 177 ફિલ્મો અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અભિનેતાના ઘરની દયનીય હાલત

કુદરતની થપાટ! 177 ફિલ્મો અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અભિનેતાના ઘરની દયનીય હાલત

 | 3:42 pm IST
  • Share

હાલમાં સમય એવો ચાલી રહ્યો છે કે રાજામાંથી કોણ રંક બની જાય અને કરોડપતિમાંથી કોણ રોડપતિ બની જાય એનું નક્કી નથી રહેતું. જ્યારે પણ સમયનું ચક્ર ફરે છે ત્યારે ભલભલાના દાયકા ફરી જાય છે. કંઈક એવો જ કેસ આજે સામે આવ્યો છે. ઘણી હિટ ફિલ્મોના કલા દિગ્દર્શક રહી ચૂકેલા લીલાધર સાવંત ઘણી મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર લીલાધર સાવંત અને તેમની પત્ની પુષ્પા સાવંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલમાં બંને ઘણી મુશ્કેલીમાં છે.

પુષ્પા સાવંતે લીલાધર સાથે કામ કરેલા તમામ સ્ટાર્સને અપીલ કરી છે કે તેઓ તેમની મદદ કરવા આગળ આવે છે. એટલું જ નહીં પુષ્પા સાવંતે કહ્યું કે લીલાધર સાવંતને બે બાયપાસ સર્જરી અને બે બ્રેઇન હેમરેજ એટેક પણ આવી ચૂક્યા છે. તેની સારવારમાં અત્યાર સુધીની જમા કરેલી મૂડી ખર્ચવામાં આવી છે. એટલું જ નહીં લીલાધરની જીભે પણ હવે તેનો સાથ છોડી દીધો છે.

લીલાધરની પત્નીએ જણાવ્યું હતું કે ગોવિંદાને હત્યા ફિલ્મમાં કામ આપવા માટે હત્યાના નિર્દેશક કિર્તી કુમારને ભલામણ લીલાધરે કરી હતી કે કામ આપો. પુષ્પાએ કહ્યું કે એક સારો તબક્કો હતો જે હવે પસાર થઈ ગયો છે. હાલ ભાડુઆતના ભાડાથી બંનેની જિંદગી ભારે મુશ્કેલીથી જીવી રહ્યાં છીએ.

લીલાધર સાવંતે સાગર, હાત્યા, 110 ડેઝ, દીવાના, હદ કર દી અપને જેવી કુલ 177 ફિલ્મોમાં કલા દિગ્દર્શન આપ્યું છે. તેમને ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે, ફિલ્મફેર એવોર્ડ, માનિકચંદ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. લીલાધર સાવંતને મળેલા એવોર્ડથી ઘરની સજાવટ વધી રહી છે, પરંતુ આજે લીલાધર સાવંત તે એવોર્ડ્સ બહાર કાઢે તો એના પર ધૂળ ચોંટી ગઈ છે અને એને સાફ કરે છે. છેલ્લા 10 વર્ષથી આર્ટ ડિરેક્ટર લીલાધર સાવંત તેની પત્ની સાથે મહારાષ્ટ્રના વશીમ જિલ્લાના જૌલકા ગામે રહે છે. લીલાધર સાવંત વિશે તેમની પત્નીએ જણાવ્યું કે તેણે 25 વર્ષથી ફિલ્મ જગતમાં કામ કર્યું છે. લીલાધર સાવંત ફિલ્મોમાં મંચ બનાવતા હતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો