dadi chandro tomar shared viral video of boy saving his grandmother
  • Home
  • Featured
  • VIDEO: દાદીને બચાવવા પૌત્રએ બતાવેલી અપાર હિંમત્ત જોઈ લોકોએ કહ્યું-આને વીરતા પુરસ્કાર આપો

VIDEO: દાદીને બચાવવા પૌત્રએ બતાવેલી અપાર હિંમત્ત જોઈ લોકોએ કહ્યું-આને વીરતા પુરસ્કાર આપો

 | 4:55 pm IST

હરિયાણાની શુટર દાદીના નામથી પ્રખ્યાત ચંદ્રો તોમર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં ટ્વિટર પર વર્તમાન મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. હાલમાં જ તેણે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક બાળક દાદીને બળદથી બચાવવાં લડતો જોવા મળી રહ્યો છે. બાળકની આ બહાદુરીનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દાદી શેરીમાંથી બહાર આવી રહ્યા છે અને અચાનક જ બળદ તેના પર હુમલો કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આખલો દાદીને તેના શિંગડા વડે જોરદાર ટક્કર મારે છ અને દાદીને નીચે પાડી નાંખે છે. તે જ સમયે દાદીને બળદથી બચાવવા માટે બાળક દોડીને આવે છે અને તેનો સામનો કરે છે. આ વીડિયો શેર કરતાં શુટર દાદી ચંદ્રો તોમારે લખ્યું છે કે, ” પોતાની દાદી પ્રત્યે પ્રેમ અને પોતાનો જીવ આપી દેવા તૈયાર આ પૌત્રની અપાર હિંમતનું સન્માન કરવું જોઈએ. તો જુઓ આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન