નશાના રવાડે ચઢ્યું ગુજરાતનું યુવાધન, પુરાવો આપતો વીડિયો થયો વાઈરલ - Sandesh
NIFTY 11,375.95 -59.15  |  SENSEX 37,673.07 +-178.93  |  USD 70.3300 +0.44
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • નશાના રવાડે ચઢ્યું ગુજરાતનું યુવાધન, પુરાવો આપતો વીડિયો થયો વાઈરલ

નશાના રવાડે ચઢ્યું ગુજરાતનું યુવાધન, પુરાવો આપતો વીડિયો થયો વાઈરલ

 | 1:45 pm IST

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેરઠેર દારૂ પીવાય છે. પરંતુ હવે ગુજરાત નશાના રવાડે પણ ચઢ્યું છે. ગુજરાતમાં નશાનો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પુરાવા રાજ્યભરમાં છુપાઈ છુપાઈને ચાલતા હુક્કાબાર છે. ત્યારે સેલવાસમાં નશો કરતા બે શખ્સોનો વીડિયો વાયરલ થયો છે.

ખુલ્લે આમ હુક્કા પીતા યુવક યુવતીઓ કેમેરામાં કેદ થયા છે. આ બંનેએ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થતાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. તો બીજી તરફ, યુવતીઓને બ્લેકમેલ કરવા આ વીડિયો વાયરલ કર્યાની ચર્ચા પણ ઉઠી છે. વીડિયો સૂચવે છે કે, સેલવાસનું યુવા ધન પણ નશાની આડમાં જોતરાયું છે. ત્યારે આવી ઘટનાઓ પર રોક લગાવવા સ્થાનિકોની માગ ઉઠી છે.