દહેગામમાં રબારી - ઠાકોર જુથ વચ્ચે થયેલ ધીંગાણાના ૧૮ આરોપી જેલમાં ધકેલાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • દહેગામમાં રબારી – ઠાકોર જુથ વચ્ચે થયેલ ધીંગાણાના ૧૮ આરોપી જેલમાં ધકેલાયા

દહેગામમાં રબારી – ઠાકોર જુથ વચ્ચે થયેલ ધીંગાણાના ૧૮ આરોપી જેલમાં ધકેલાયા

 | 2:39 am IST
  • Share

દહેગામ,તા.૧

દહેગામના પાલૈયાવાસમાં ઠાકોર અને રબારી વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું અને મામલો તંગ બન્યો હતો. બંને જુથો સામ સામે લાકડી,તલવાર અને ગુપ્તી સહિતના હથિયારો લઈને આવી ગયા હતા અને એકબીજા પર હૂમલો કર્યો હતો. ગાંધીનગર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી રબારી સમાજના ૧૯ અને ઠાકોર સમાજની ૮ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ તમામ ઝડપાયેલા આરોપીઓને ગઈકાલે સાંજે પોલીસે કોર્ટમાં રજુ કરતાં રબારી સમાજના ૧૮ આરોપીઓને પોકસો કોર્ટે સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યાે છે. જ્યારે ઠાકોર સમાજના આઠ આરોપીઓના દહેગામ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હાલ પણ બન્ને જુથો વચ્ચે માહોલ તંગદીલી ભર્યાે હોવાથી પોલીસ દ્વારા બંદોબસ્ત અને પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. જ્યારે આ બન્ને પોલીસ ફરિયાદમાં પકડવાના બાકી રહેતા આરોપીઓને શોધી કાઢવા માટે દહેગામ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પરંતુ કેટલાક આરોપીઓ પોલીસ ધરપકડના ભયથી ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

દહેગામ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાલૈયાવાસ અને રબારીવાસમાં રહેતા રબારી અને ઠાકોર સમાજના લોકો વચ્ચે માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બન્ને પક્ષે થયેલા માથાકૂટ અને પોલીસ ફરિયાદ બાદ ગુરૂવારે બન્ને સમાજના લોકો આમને સામને આવી ગયા બાદ ધીગાણું થતાં પોલીસે બન્ને પક્ષે કુલ ૪ર થી વધુ લોકો સામે પોકસો,ધાડ, રાયોટીંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધ્યો હતો. બાદમાં પોલીસે મોડી રાત્રે બન્ને પક્ષે કુલ ર૭ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પૈકી રબારી સમાજના ૧૮ આરોપીઓને પોલીસે પોકસો કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી દઈ આરોપીઓને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યાે હતો.

જ્યારે ઠાકોર સમાજના ૮ આરોપીઓને દહેગામ કોર્ટમાં રજુ કરી હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે લેવાનો હોવાનું જણાવી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ત્રણ દિવસ એટલે કે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ ગુન્હામાં અન્ય આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરી રહ્યા છે. ત્યારે પોલીસે તેઓને શોધી કાઢવા માટે પ્રયાસો તેજ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન