જો દિવસમાં 30 મિનિટ રાખશો તમારો સ્માર્ટફોન બંધ, તો થશે આ ફાયદાઓ - Sandesh
  • Home
  • Lifestyle
  • જો દિવસમાં 30 મિનિટ રાખશો તમારો સ્માર્ટફોન બંધ, તો થશે આ ફાયદાઓ

જો દિવસમાં 30 મિનિટ રાખશો તમારો સ્માર્ટફોન બંધ, તો થશે આ ફાયદાઓ

 | 4:22 pm IST

આજકાલ દરેક યુઝરને પોતાના સ્માર્ટફોન સાથે ચોંટી રહેવાની આદત થઇ ગઈ છે. પરંતુ એક કંપનીના સીઇઓએ દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનીટ સ્માર્ટફોન બંધ રાખવાની સલાહ આપી છે. જો કે તેમને દિવસમાં 30 મિનીટ માટે ફોન બંધ રાખવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા હતા. તેમનું કહેવું છે, સ્માર્ટફોન મેઈન્ટેનન્સથી લઈને યુઝરની હેલ્થ સુધી ઘણી જ અસર પાડે છે. તે સિવાય કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ કહેવું છે કે, દિવસમાં ૩૦ મિનીટ પણ તમે ફોન બંધ રાખો છો તો તમારા શરીરને ઘણો બધો લાભ થાય છે.

બેટરીની લાઈફ વધશે
દિવસમાં 30 મિનિટ સ્માર્ટફોનને બંધ રાખવાથી બેટરીની લાઈફ વધે છે. એવું કરવાથી બધી બેકગ્રાઉન્ડ એપ્સ એક વખત બંધ થઇ જાય છે. તેના લીધે સ્માર્ટફોનની બેટરી બચે છે.

મગજ શાંત રહેશે
મગજ ક્યારેય પણ મલ્ટીટાસ્ક નથી થતું પરંતુ તે કેટલાક કામો વચ્ચે સ્વિચ કરે છે. તેવામાં સ્માર્ટફોન કેટલાક સમય માટે બંધ કરવાથી મગજને શંતિ મળે છે.

ઓવરહિટીંગ નહીં થાય
તમારા મોબાઈલ ફોનમાં જો ઓવરહિટીંગની સમસ્યા છે તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તેવામાં હેન્ડસેટ જો વધારે ગરમ થઈ જાય છે તો કેટલાક સમય સુધી તેને બંધ કરી દેવો એક સારો ઉપાય છે.

કોન્સન્ટ્રેશન વધે
એક રિસર્ચ મુજબ 61 ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી નથી શકતા. જો કે એની પાછળ એ કારણ છે કે, તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન નથી થઇ શકતું. તેવામાં ફોનને કેટલાક સમય માટે બંધ કરી દો. જેનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે.

સ્માર્ટફોન સારી રીતે વર્ક કરશે
જો તમારો સ્માર્ટફોન વારંવાર હેક થઇ જાય છે અને તમારા ફોનની સ્પીડ ધીમી થઇ જાય છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે. તેવામાં જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો ફોનને રીબૂટ કરી લો. આવું કરવાથી સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ થઇ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરવા લાગશે.