મુખવાસમાં રોજ એલચી ખાવાથી અટકશે વધતું વજન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • મુખવાસમાં રોજ એલચી ખાવાથી અટકશે વધતું વજન

મુખવાસમાં રોજ એલચી ખાવાથી અટકશે વધતું વજન

 | 5:20 pm IST

વધેલા વજનને ઘટાડવા માટે લોકો અનેક પ્રયત્નો કરતાં હોય છે. જીમમાં કલાકો સુધી કસરત, ડાયટીંગ સહીતના કષ્ટ શરીરને આપીને વજન ઘટાડવા માટે પ્રયાસો થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ઉપરોક્ત કોઈપણ કામ કર્યા વિના પણ વજન ઘટાડી શકાય છે? વજન ઘટાડવાનું અઘરું કામ સરળતાથી નાનકડી એલચી કરી શકે છે. જાણીને આશ્ચર્ય તો થશે પણ નિષ્ણાંતોનું પણ જણાવવું છે કે એલચી વજન ઘટાડી શકે છે.

એલચી દરેક વ્યક્તિના રસોડામાં ઉપલબ્ધ હોય જ છે. એક રીસર્ચ અનુસાર લીલી એલચી શરીરના પાચન તંત્રને સાફ રાખી અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. એલચી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી બ્લડપ્રેશર પ્રભાવિત થાય છે. એલચીના કારણે પેટની ચર્બી પણ ઘટી શકે છે. રોજ એલચી ચાવીને ખાવી જોઈએ, આ ઉપરાંત ચામાં પણ એલચીનો ઉપયોગ કરવો જોઈએ.

ગેસની સમસ્યા ઉપરાંત શરીરમાં પાણીના કારણે પણ વજન વધવાની શરૂઆત થાય છે. તેનાથી બચવા માટે રોજના ભોજનમાં અથવા મુખવાસ તરીકે એલચીનો ઉપયોગ કરવો જ જોઈએ. એલચી વજન તો ઘટાડે જ છે પરંતુ તેની સાથે અન્ય રોગને પણ દૂર કરે છે.