એક ક્લિક પર જાણો કેટલો શુભ રહેશે આપના માટે ગુરુવાર - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • એક ક્લિક પર જાણો કેટલો શુભ રહેશે આપના માટે ગુરુવાર

એક ક્લિક પર જાણો કેટલો શુભ રહેશે આપના માટે ગુરુવાર

 | 8:35 am IST

મેષ : આપની કામગીરીઓનો બોજ વધતો જણાય. ટેન્શન રાખ્યા વિના થાય તેટલું ખરુ એ ભાવ જરૂરી. પ્રવાસ વિલંબ.
વૃષભ : મનગમતી પ્રવૃત્તિઓ અને મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા. પ્રવાસ ફળે. ખર્ચના પ્રસંગો.
મિથુન : દૃઢ નિૃય અને યોગ્ય પરિશ્રમ વધતા નસીબ આપની સફળતાનું સૂત્ર બની રહેશે. તબિયત સારી.
કર્ક : આપની માનસિક સ્થિતિને સ્વસ્થ તણાવમુક્ત રાખવા સમાધાનવૃત્તિ જરૂરી. નાણાભીડ વર્તાય. મિલન-મુલાકાત ફળે.
સિંહ : આર્થિક બાબતો હલ થતી જણાય. મહત્વની કામગીરી અંગે સાનુકૂળ તક. પ્રવાસ મજાનો રહે. મિલન.
કન્યા : અપેક્ષાઓ મુજબ સંજોગ સર્જાય નહીં તેમ છતાં કર્મફળ જરૂર ઈષ્ટ જણાય. અણધારી તક સર્જાય. સ્વજનનો સહકાર.
તુલા : સામાજિક બાબતો અંગેની ચિંતા-સમસ્યાનો ઉકેલ દેખાય. આર્થિક મૂંઝવણ. મિલન-મુલાકાત.
વૃશ્ચિક : પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. આરોગ્ય સાચવવું. કૌટુંબિક સ્વજન અંગે મૂંઝવણ.
ધન : મહત્વની તક સર્જાતી જણાય. પરિશ્રમ વધારવાથી લાભ સફળતાનો યોગ. ગૃહજીવનની સમસ્યા હલ થાય.
મકર : કાર્યલાભ અને પ્રગતિના સંજોગો સર્જાતા જોવા મળે. વિવાદ અટકે. અકસ્માત ભય.
કુંભ : અકારણ ઉદ્વેગ-અશાંતિમાંથી બહાર આવી શકશો. પ્રવાસ સફળ બને. નાણાકીય પ્રશ્ન હલ થાય.
મીન : આપના વ્યાવસાયિક ક્ષેત્રે સંજોગો સાનુકૂળ બનતા લાગે. વિઘ્નને પાર કરી શકશો. મિલન-મુલાકાતમાંથી આનંદ.

પંચાંગ

આઠમ ક્ષયતિથિ, કાલાષ્ટમી, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ, ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૩, આસો વદ સાતમ, ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૦૧૭.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૩૬ ૭-૨૪ ૧૮-૧૬

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૦-આશ્વિન.
પારસી માસ : અરદી બેહેસ્ત.
રોજ : ૨૭-આસ્માન.
મુસ્લિમ માસ : મોહરમ.
રોજ : ૨૧.
દૈનિક તિથિ : વદ સાતમ ક. ૦૬-૫૬ સુધી પછી આઠમ ક. ૨૮-૫૯ સુધી- શુક્રવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત.
ચંદ્ર નક્ષત્ર : આર્દ્રા ક. ૦૮-૫૭ સુધી પછી પુનર્વસુ.
ચંદ્ર રાશિ : મિથુન ક. ૨૬-૦૩ સુધી (શુક્રવારે પરોઢે ક. ૨-૦૩ સુધી) પછી કર્ક.
જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.), કર્ક (ડ.હ.).
કરણ : બવ/બાલવ/ કૌલવ/ તૈતિલ.
યોગ : શિવ ક. ૨૭-૪૫ સુધી પછી સિદ્ધિ.

વિશેષ પર્વ : આઠમ ક્ષયતિથિ છે. કાલાષ્ટમી. * રવિયોગ ક. ૦૮-૫૭ સુધી. * સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ. * ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : ક્ષયતિથિ તથા વૃદ્ધિતિથિ ગંજબજારમાં મહત્વનો ભાગ ભજવે છે. સવારે ક. ૦૮-૫૭ પછી જરૂરી કૃષિકાર્યો-વાવણી- રોપણી- જમીન સંરક્ષણ માટે શુભ ગણાય. ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ હવામાનમાં ક્ષણિક ફેરફાર લાવી શકે છે. તેલીબિયાં- ચણા- ચણા દાળ- કઠોળમાં સુધારા તરફી હવામાન ગણાય. રાત્રે આકાશનું અવલોકન ખાસ કરવું. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦