NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે આજનો દિવસ

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે આજનો દિવસ

 | 5:50 pm IST

મેષ : પ્રવૃત્તિશીલ દિવસ. વિઘ્ન દૂર થતાં જણાય. અગત્યની તક મળે તે ઝડપી લેજો.
વૃષભ : મનપસંદ કાર્ય થતું જણાય. ખર્ચ-ખરીદી વધે નહીં તે જોજો. સંતાનના પ્રશ્નો ઉકેલવા ધ્યાન આપવું.
મિથુન : આપની મનોકામનાને સાકાર કરવા અંગે જરૂરી મદદ મેળવી શકશો. પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.
કર્ક : વિવાદથી દૂર રહેવું. નાણાકીય બાબત અંગે વિશ્વાસે ચાલવું નહીં. મિલન-મુલાકાત.
સિંહ : તમારા પ્રયત્નો વધારવાથી લાભની આશા ફળતી લાગે. તબિયત અંગે ઠીક. ખર્ચ જણાય.
કન્યા : પ્રતિકૂળતા અને વ્યર્થતાના સંજોગોમાંથી બહાર આવી સફળતા મેળવી શકશો.
તુલા : ધારણાઓ અને કલ્પનાઓ જેટલી મુશ્કેલી નહીં જણાય. તબિયત સાચવી શકશો. સ્વજનથી સંવાદિતા. પ્રવાસ.
વૃશ્ચિક : વધુ પડતા પરિશ્રમ અને વિચારોના કારણે તણાવ અનુભવતા હશો તો હવે સ્વસ્થતા સાંપડશે. ઈશ્વર-નસીબ પર શ્રદ્ધા રાખો.
ધન : અનિર્ણિત મનોસ્થિતિમાંથી બહાર આવી યોગ્ય નિર્ણય અને અમલ થવાથી વિકાસની કેડી મળશે. ચિંતા છોડો કર્મ કરો.
મકર : આપના વૈચારિક અને કાલ્પનિક દ્વંદ્વો શમતા જણાય. સહાય અને સમજણથી સફળતાની દિશા મળે. આરોગ્ય ઠીક. ખર્ચ વધે.
કુંભ : ‘જાત મહેનત જિંદાબાદ’ સૂત્રને અનુસરવાથી સમય અને શક્તિનો બચાવ થતો જણાય. વિવાદ શમે. લાભની તક.
મીન : નિરાશાના ઘનઘોર આકાશમાં આશાની વીજ ઝબૂકતી જણાય. આર્થિક સંજોગો સુધારવાની તક. સ્નેહીથી મદદ-મિલન.

પંચાંગ

પંચક ક. ૨૪-૨૦ સુધી, ભાનુ સપ્તમી, કાલાષ્ટમી, સૂર્ય કર્ક રાશિમાં ક. ૧૬-૨૬થી
વિક્રમ સંવત : ૨૦૭૩, અષાઢ વદ સાતમ, રવિવાર, તા. ૧૬-૭-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૦૫ ૬-૫૩ ૧૯-૨૬

દિવસનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. ચલ, ૩. લાભ, ૪. અમૃત, ૫. કાળ, ૬. શુભ, ૭. રોગ, ૮. ઉદ્વેગ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. અમૃત, ૩. ચલ, ૪. રોગ, ૫. કાળ, ૬. લાભ, ૭. ઉદ્વેગ, ૮. શુભ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૫-અષાઢ.
પારસી માસ : સ્પેંદારમદ.
રોજ : ૪-શેહરેવર.
મુસ્લિમ માસ : શવ્વાલ.
રોજ : ૨૧.
દૈનિક તિથિ : વદ સાતમ ક. ૧૩-૩૭ સુધી.
ચંદ્ર નક્ષત્ર : રેવતી ક. ૨૪-૨૦ સુધી પછી પછી અશ્વિની.
ચંદ્ર રાશિ : મીન ક. ૨૪-૨૦ સુધી પછી મેષ.
જન્મ નામાક્ષર : મીન (દ.ચ.ઝ.થ.), મેષ (અ.લ.ઈ.).
કરણ : બવ/બાલવ/ કૌલવ.
યોગ : અતિગંડ ક. ૦૭-૨૩ સુધી પછી સુકર્મા ક. ૨૯-૧૫ સુધી.

વિશેષ પર્વ : ભાનુ સપ્તમી. દિવસે ક. ૧૩-૩૭ પછી આઠમ છે માટે આજે કાલાષ્ટમી. * પંચક ક. ૨૪-૨૦ સુધી. * સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ ક. ૧૬-૨૬- કર્ક સંક્રાંતિ. પુણ્યકાલ સૂર્યોદયથી ક. ૧૬-૨૬ સુધી. * શીતળા સપ્તમી (ઓરિસ્સા). * માનસ પૂજા પ્રારંભ (બંગાળ). * મંગળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ. * ચંદ્ર-ગુરુનું ઓપોઝિશન. * ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : ભાનુ સપ્તમી એટલે સૂર્ય ઉપાસના માટે ઉત્તમ દિવસ. સૂર્યની ભક્તિ તથા સૌર ઊર્જાનો હકારાત્મક ઉપયોગ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે તેવા ઉલ્લેખ વેદ તથા પ્રાચીન સાહિત્યમાં છે. આજે મહત્વની કર્ક સંક્રાંતિ છે. કર્ક સંક્રાંતિના આઠ દિવસો અષાઢ માસમાં સમાયછે. રાહુકાળ : દિવસે ક. ૧૬-૩૦ થી ૧૮-૦૦