ક્લિક કરીને જાણો સોમવારનું સંપૂર્ણ રાશિફળ - Sandesh
  • Home
  • Astrology
  • ક્લિક કરીને જાણો સોમવારનું સંપૂર્ણ રાશિફળ

ક્લિક કરીને જાણો સોમવારનું સંપૂર્ણ રાશિફળ

 | 5:40 pm IST

મેષ : સમાધાન અને સમજણથી આગળ વધીને તમે ધાર્યું ફળ મેળવી શકશો. અંગત ચિંતાનો ઉકેલ મળે.
વૃષભ : આપના નોકરી કે વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર.
મિથુન : લાભદાયી કાર્યરચના અને પ્રગતિકારક સંજોગનો ઉપયોગ કરી શકશો. સંતાનસુખ મળે.
કર્ક : સંજોગોને સમજી-પારખીને નિર્ણય લેવાથી મુશ્કેલી અટકે. મિત્ર-સ્વજનથી સહકાર રહે.
સિંહ : આપની નોકરી-ધંધાના કે ઘરના કોઈ પણ પ્રશ્ન હલ કરવાનો ઉપાય મળે. પ્રવાસ અંગે શુભ.
કન્યા : ધીરધાર-કરજ વગેરેમાં સંભાળવું. વિલંબ-વિઘ્નનો અનુભવ. વ્યાવસાયિક ગૂંચ રહે.
તુલા : ઉતાવળ કે આવેશભર્યા નિર્ણયો ટાળજો. ગૃહજીવનમાં મતભેદ ન સર્જાય તે જોજો. સંતાનથી સાનુકૂળતા.
વૃશ્ચિક : આપની કોઈ પણ સમસ્યાનું સમાધાન કે ઉપાય મળતાં જણાશે. પ્રવાસ ફળે. સ્નેહીથી મિલન.
ધન : તણાવ કે અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. નાણાકીય ભીડ અનુભવાય. પ્રવાસ અંગે ખર્ચ રહે.
મકર : પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. મુલાકાતથી આનંદ. વ્યાવસાયિક કાર્ય થાય.
કુંભ : નાણાભીડ અને કોઈ અવરોધનો અનુભવ થતો લાગે. કાર્ય સફળતા. સંપત્તિના કામ સફળ થાય.
મીન : વ્યથા-વેદના કે તણાવ હશે તો દૂર થતાં જણાય. કાર્યલાભ અને પ્રગતિકારક તક મળે તે ઝડપી લેજો.

પંચાંગ

જન્માષ્ટમીની વધાઈ, સંક્રાંતિનો કરિ દિવસ, ચંદ્ર-હર્ષલની યુતિ
વિક્રમ સંવત : ૨૦૭૩, અષાઢ વદ આઠમ, સોમવાર, તા. ૧૭-૭-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૦૫ ૬-૫૩ ૧૯-૨૬

દિવસનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. કાળ, ૩. શુભ, ૪. રોગ, ઉદ્વેગ, ૬. ચલ, ૭. લાભ, ૮. અમૃત.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. રોગ, ૩. કાળ, ૪. લાભ, ૫. ઉદ્વેગ, ૬. શુભ, ૭. અમૃત, ૮. ચલ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૬-અષાઢ.
પારસી માસ : સ્પેંદારમદ.
રોજ : ૫-સ્પેંદારમદ.
મુસ્લિમ માસ : શવ્વાલ.
રોજ : ૨૨.
દૈનિક તિથિ : વદ અષ્ટમી ક. ૧૨-૦૫ સુધી.
ચંદ્ર નક્ષત્ર : અશ્વિની ક. ૨૩-૧૮ સુધી પછી ભરણી.
ચંદ્ર રાશિ : મેષ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઈ.).
કરણ : કૌલવ/તૈતિલ/ ગર.
યોગ : ધૃતિ ક. ૨૬-૩૯ સુધી પછી શૂલ.

વિશેષ પર્વ : જન્માષ્ટમીની વધાઈ. આજથી કૃષ્ણ જન્મને એક માસ જેટલો સમય બાકી હોવાથી તમામ વૈષ્ણવ મંદિરોમાં જન્માષ્ટમીની વધાઈનો ઉત્સવ મનાવાય છે. એક માસ સુધી વધાઈના કીર્તન-ગીત- ભજન ગવાય છે. * સંક્રાંતિનો કરિ દિવસ. * ચંદ્ર-હર્ષલની યુતિ. * વૈષ્ણવ : શ્રી યદુનાથજી-સુરતનો ઉત્સવ. * પારસી કેલેન્ડરમાં આજે માસ અને રોજ એક જ નામના હોવાથી દાન-સત્કર્મ- ભક્તિનો વિશેષ મહિમા. * ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : દિવસે ક. ૧૨-૦૫ સુધી પશુઓની લેવડદેવડ માટે શુભ. વાવણી, રોપણી, ગંજબજારની કામગીરી માટે આખો દિવસ શુભ ગણાય. અષાઢ માસની વદ આઠમ એટલે સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ. આકાશમાં વાદળ છવાયેલા હોય તો સારા સંકેત ગણાય છે. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦